Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સુસ્મિતા સેનનું કમબેકઃ પોલીસ ઓફિસરનો રોલ

અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન બોલીવૂડમાં પાછી આવી રહી છે. લાંબા સમય સુધી ફિલ્મોથી દુર રહેલી સુસ્મિતાની છેલ્લી ફિલ્મ 'નો પ્રોબ્લેમ' ૨૦૧૦માં છેલ્લી ફિલ્મ આવી હતી. હવે તે ફરીથી ફિલ્મોમાં આવી રહે છે અને આ માટે તમામ તૈયારી શરૂ કરી દીધી છે. ફરીથી તે દમદાર રોલ નિભાવવાની છે. આ ફિલ્મનું શુટીંગ આ વર્ષે જ શરૂ થઇ જશે. આ ફિલ્મમાં સુસ્મિતાને પોલીસ ઓફિસરનો રોલ મળ્યો છે. આ ફિલ્મમાં મધ્ય પ્રદેશના એક નાનકડા શહેરની વાત છે. જેમાં તે મુખ્ય રોલ નિભાવશે. ક્રાઇમ આધારીત આ ફિલ્મ માટે એક વર્ષ પહેલા જ નિર્માતાએ સુસ્મિતા સાથે વાત કરી લીધી હતી. તેણે હવે સ્ક્રિપ્ટ વાંચી લેતાં રોલ સ્વીકારી લીધો છે. ફિલ્મનું નામ હવે પછી જાહેર થશે.

(9:28 am IST)