Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ફિગર જાળવી રાખવા ભરપુર મહેનત કરે છે દિશા

દિશા પટની બોલીવૂડમાં ઝડપથી આગળ વધી રહેલી અભિનેત્રી બની ગઇ છે. એક-દોઢ વર્ષમાં જ તે હિરોઇનોના ટોપ લિસ્ટમાં સામેલ થઇ ગઇ છે. ખુબસૂરત દિશાનો હોટ અવતાર અવાર-નવાર સોશિયલ મિડીયા પર તેના ચાહકોને જોવા મળતો રહે છે. તે વારંવાર હોટ-હોટ તસ્વીરો પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે. દિશાના એબ્સ પણ તેના ચાહકોને પસંદ છે. ફિગરને જાળવી રાખવા દિશા ખુબ જ મહેનત કરે છે. પોતાના ડાયેટ ચાર્ટનો ખુબજ કડકાઇથી અમલ કરે છે. સાથો સાથ કસરતોમાં પણ ખુબ ધ્યાન આપે છે. દિશા પટની બોલીવૂડના સ્ટાર ટાઇગર શ્રોફની અસલી જિંદગીની ગર્લફ્રેન્ડ છે. આ બંનેએ બાગી-૨માં સાથે કામ પણ કર્યુ હતું. દિશાને સલમાન ખાનની ભારતમાં પણ મહત્વનો રોલ મળ્યો છે. આ ઉપરાંત રિતીક રોશન અને મોહિત સુરીની ફિલ્મ તથા સંઘમિત્રા નામની ફિલ્મ પણ તેના હાથ પર છે.

(9:27 am IST)