Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ખુબ કસરત કરીને અક્ષયએ ઘટાડ્યું વજન

બોલીવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમારની એક પછી એક ફિલ્મો સતત તેના ચાહકોને જોવા મળે છે. વર્ષમાં બે-ત્રણ ફિલ્મો આપવા માટે અક્ષય જાણીતો છે. આ કારણે તે વજન ખુબ વધારવું પડે કે ઘટાડવું પડે તેવા ચક્કરમાં પડવાનું એટલે કે એવા રોલ કરવાનું ટાળતો રહે છે. આમ છતાં અક્ષય કુમારને બે ફિલ્મો માટે વજન ઘટાડવાની જરૂર પડી હતી. અક્ષયએ ફિટ રહેવા માટે દરરોજ ખુબ કસરત કરે છે અને નિયમોનું ધ્યાન રાખે છે. અક્ષયને ફિલ્મ બચ્ચન પાંડે અને સૂર્યવંશીના રોલ માટે ખાસ્સુ વજન ઘટાડવું પડ્યું હતું. પચાસ વર્ષની ઉપરની ઉમરનો હોવા છતાં આ ફિલ્મોમાં તે જબરદસ્ત એકશન કરતો જોવા મળશે. અક્ષયએ કહ્યું હતું કે મેં સૂર્યવંશી અને બચ્ચન પાંડે માટે મારું વજન ઘટાડ્યું છે. મેં કુદરતી રીતે જ પાંચથી છ કિલો વજન ઓછુ કર્યુ છે. અક્ષયએ કહ્યું હતું કે મેં કોઇ ડાયેટનું પાલન કર્યુ નથી, પણ કસરતનો સમય વધારી દીધો હતો. હું ઓછુ ખાઇને વજન ઘટાડવામાં માનતો નથી. અક્ષયની મિશન મંગલ પંદરમી ઓગષ્ટના આવી રહી છે. જેમાં વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા અને તાપસી પન્નુ ખાસ રોલમાં છે.

 

(9:49 am IST)