Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

વેબ સિરિઝમાં હોટ-હોટ શિબાની

અભિનેત્રી અને મોડેલ શિબાની દાંડેકર વેબ સિરિઝમાં ધમાલ મચાવવા આવી રહી છે. અમેઝોન પ્રાઇમની વેબ સિરિઝ 'ફોર મોર શોટ્સ પ્લીઝ'ની સિઝન-૨માં શિબાનીને મુખ્ય રોલ મળ્યો છે. તેણે અગાઉ રણબીર કપૂર સાથે રોય અને શાહિદ કપૂર સાથે શાનદાર ફિલ્મમાં કામ કર્યુ છે. શિબાની પોતાના ગ્લેમર અને હોટનેસને કારણે સતત ચર્ચામાં રહે છે. તેની તસ્વીરો ઇન્ટરનેટ પર સતત આગ લગાડતી રહે છે. આ સિરિઝનો પહેલા ભાગ એડલ્ટ કન્ટેન્ટ પર આધારીત હતો. બીજા ભાગમાં પણ શિબાની એવા જ અંદાજમાં જોવા મળવાની છે. મુંબઇમાં રહેતી ચાર છોકરીઓની કહાની ફોર મોર શોટ્સ પ્લીઝની બીજી સિઝનમાં જોવા મળશે. આ ચારેયની મુલાકાત એક બારમાં થાય છે અને ટકિલા શોટ્સ પીધા પછી ચારેય બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે. શિબાની તાજેતરમાં બોયફ્રેન્ડ ફરહાન અખ્તર સાથે સ્વિમિંગ પૂલમાં રોમાન્ટી મૂડમાં જોવા મળી હતી.

(9:48 am IST)