Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

મિસ ઇન્ડિયા ઇન્‍ટરનેશનલ-૨૦૧૪નો તાજ મેળવનાર ઝટલેખા મલ્હોત્રા ફિલ્મમાં ચમકશેઃ સંજય લીલા ભણશાલી દ્વારા લંડનમાં શુટિંગ

મુંબઇઃ સિનેમાની સતરંગી દુનિયામાં દિવસે-દિવસે નવા ચહેરાઓ આવતા હોય છે. જેમાંથી ઘણા લોકો સ્ટાર બનતા હોય છે જ્યારે અન્ય લોકો ગુમનામ થઈ જાય છે. સંજય લીલા ભણશાલીએ હાલમાં જ પૂનમ ધિલ્લોનના પુત્ર અનમોલને લોન્ચ કર્યાના સમાચાર હતા. હવે સંજય લીલા ભણશાલી ઝટલેકા મલ્હોત્રાને અનમોલની ઓપોજિટ લીડ રોલમાં લોન્ચ કરી રહ્યો છે.

ઝટલેકા મલ્હોત્રાએ વર્ષ 2014માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખીતાબ જીત્યો હતો.

મુંબઈમાં ઉછરેલી અને પરિવારમાં સૌથી નાની 24 વર્ષની ઝટલેખા પંજાબી પરિવારમાંથી આવે છે.

સંજય લીલા ભણશાલીએ આ ફિલ્મનું શૂટિંગ લીડ એકટર્સો સાથે લંડનમાં શરૂ કરી દીધું છે. કહેવાય છે કે આ ફિલ્મના પ્રથમ ગીતને મુખ્ય કલાકારો પર ફિલ્માવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ અન્ય શહેરોમાં ૩૩ દિવસો સુધી કરવાની યોજના છે.

ત્યારબાદ આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં સપ્ટેમ્બરમાં કરવામાં આવશે. સંજય લીલા ભણશાલીની આ ફિલ્મ રોમેન્ટિક ફિલ્મ હોવાનું માનવામાં આવે છે.

(7:09 pm IST)