Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

'ધડક' ફિલ્મે કરી 70 કરોડની કમાણી...

મુંબઈ:પોતાની પ્રથમ ફિલ્મ ધડકથી ડેબ્યુ કરનાર જ્હાન્વી કપુર અને ઈશાન ખટ્ટરનુ નસીબ ચમકી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. પાછળનુ કારણ તેમની ડેબ્યુ ફિલ્મ ધડક છે. ફિલ્મે રીલીઝ થયાના ત્રીજા સપ્તાહમાં એન્ટ્રી કરવા છતા બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબુત બનાવી રાખી છે. નવી રીલીઝ થયેલ હોલીવુડ અને બોલીવુડ ફિલ્મોમાં કોમ્પિટિશન છતાં ફિલ્મે પોતાના ત્રીજા વિકેન્ડ પર પણ કમાણી ચાલુ રાખી છે.બોક્સ ઓફિસ પર ધડકે અત્યાર સુધી ૭૦ કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મ ઓનલાઈન અપલોડ થવા અને પાઈરેસીનો શિકાર થઈ હોવા છતા સારી કમાણી કરવામાં સફળ રહી છે. અત્યાર સુધીના ડેબ્યુ કલાકાર ફિલ્મની ઓપનિંગની વાત કરવામાં આવે તો શ્રેષ્ઠ ફિલ્મ બતાવાઈ છે.મહત્વનુ છે કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ કલેક્શન કરવાવાળી સુપરહિટ મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રીમેક છે. જોકે, પહેલા ફિલ્મ સૈરાટ તમિલ અને પંજાબીમાં બની ચુકી છે અને બન્ને ફિલ્મોને દર્શકોએ પસંદ પણ કરી. ફિલ્મ ધડકના ડાયરેક્ટર શશાંકે પણ પોતાની ફિલ્મમાં એવો લૂક આપ્યો છે જે મરાઠી ફિલ્માં હતો અને ધડકના મ્યુઝિકમાં પણ સ્પષ્ટ મરાઠી ટચ જોવા મળે છે. દેશ-વિદેશમાં રીલીઝ થયેલ ફિલ્મને યુવા વર્ગ ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમજ જ્હાન્વી અને ઈશાનની એક્ટિંગના પણ ખૂબ વખાણ થયા છે.

(3:46 pm IST)