Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

રાકેશ મારિયા પર આધારિત ટીવી સિરિયલનું નિર્દેશન કરશે મેઘના ગુલઝાર

મુંબઈ: બોલીવુડની જાણીતી નિર્દેશક મેઘના ગુલઝાર હવે નાના પરદે પણ પોતાની કિસ્મત આજમાવા જઈ રહી છે. મેઘના ગુલઝારે નિર્દેશનમાં બની ફિલ્મ રાજી પર ધમાકેદાર કમાણી કરી છે. મેઘના રિલાયન્સ ઇન્ટરટેન્મેન્ટની ફેન્ટમ ફિલ્મ્સ મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી રાકેશ મારિયાના જીવન અને તેનાથી જોડાયેલ દરેક કિસ્સાઓને લઈને એક ટીવી સિરિયલનું નિર્દેશન કરવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે.

સિરિયલના નિર્દેશન વિશે મેઘનાએ કહ્યું કે આપણા સમાજ, શહેર અથવા તો દેશમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ રહ્યું છે અને રાકેશ મારિયાના જીવન અનુભવથી અપને ઘણું બધું શીખવા મળે એવું છે.

(3:45 pm IST)