Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ચીનમાં ૧૧ હજાર સ્ક્રીન પર રિલીઝ થશે સલમાનની ફિલ્મ ''સુલતાન'': એક દિવસમાં ચાલશે ૪૦,૦૦૦ શો

મુંબઈઃ સલમાનખાન અને અનુષ્કા શર્મા અભિનીત સુલતાન ચીનમાં ૩૧મી ઓગસ્ટે રિલીઝ કરાશે. ચીનમાં રિલીઝ માટે તેનું નામ બદલાયું નથી, ફિલ્મને સુલતાનના નામથી જ રિલીઝ કરાશે

ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરાયું છે જેમાં ચીની ભાષામાં જાણકારી અપાઈ છે ભારતમાં તમામ રેકોર્ડ તોડ્યા બાદ હવે આ ફિલ્મ ચીનમાં રિલીઝ કરાઈ રહી છે.

યશરાજ ફિલ્મ્સએ ચીનની ડિસ્ટ્રિબ્યુટર કંપની ઈ-સ્ટાર્સ ચીન સાથે હાથ મિલાવ્યા છે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વીટ મુજબ આ ફિલ્મને ચીનમાં ૧૧હજાર સ્ક્રીન્સ પર રિલીઝ કરાશે અને એવી કોશિશ હશે કે એક દિવસમાં આ ફિલ્મના અંદાજે ૪૦,૦૦૦ શો ચલાવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરાઈ હતી ત્યારે ૫૧૦૦ સ્ક્રીન્સ મળી હતી,સલમાનની ફિલ્મ ટાઇગર જિંદા હૈ ને પણ બહારતમાં માત્ર ૪૬૦૦ સ્ક્રીન મળી હતી, આમીરખાનની દંગલને ભારતમાં ૫૩૦૦ સ્ક્રીન પર રિલીઝ કરાઈ હતી ચીનમાં દંગલને કુલ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરાઈ હતી.

(12:22 pm IST)