Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

અમિતાભ સાથે કામ કર્યુ એ દિવ્ય સપના સમાનઃ મૌની રોય

ટીવી પરદેથી ફિલ્મી પરદે પહોંચેલી અભિનેત્રી મોૈની રોય કરણ જોહરના પ્રોડકશનમાં બની રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન, રણવીર કપૂર, આલિયા ભટ્ટ અને નાગાર્જુન સાથે કામ કરી રહી છે. હાલમાં તે અક્ષય કુમાર સાથેની ફિલ્મ ગોલ્ડનું પ્રમોશન કરી રહી છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મ મળતાં તે અત્યંત ખુશ છે. આ ફિલ્મમાં તે મુખ્ય વિલનનો રોલ નિભાવી રહી છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બાબતે મોૈની કહે છે મેં આ રોલ અને લૂક ટેસ્ટ માટે ખુબ લાંબી મજલ કાપી છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળતાં હું કેટલી ખુશ છું એ કહી શકતી નથી. આ એક દિવ્ય સપના સમાન છે. મોૈની કહે છે પશ્ચિમ બંગાળના કુચબિહારથી આવેલી છોકરી કયારેક મહાનાયક સાથે કામ કરશે એવું વિચાર્યુ પણ નહોતું.

 

(9:58 am IST)