Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સ્ટાર્સે છૂટાછેડા માટે ચૂકવી આટલી મોટી રકમ! ઋત્વિક રોશન ૪૦૦ કરોડ, આમિર ખાન ૫૦ કરોડ, સૈફે અમૃતાને ૫ કરોડ ચૂકવ્યા હતા

મુંબઇ,તા. ૭: ફિલ્મી દુનિયાની વાત જ નિરાળી છે. અહીં લગ્ન પણ કરોડોમાં અને છુટાછેડા પણ કરોડોમાં થતા જોવા મળે છે. ઘણા બધા સ્ટાર્સે પોતાની પત્નીને છૂટાછેડા સાથે કરોડો રૂપિયાની રકમ આપી છે. તો સાથે અનેક સવલતો પણ આપી છે.

આમિર ખાન-રીના દત્ત્।ા : આમિર ખાને ૨૦૦૨જ્રાક્નત્ન તેની પહેલી પત્ની રીના દત્ત્।ાથી છૂટાછેડા લીધા હતા. આ છૂટાછેડાને બદલે આમિરે રીનાને મોટી રકમ ચૂકવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમિરે તેને ૫૦ કરોડ રૂપિયા આપ્યા હતા.

ઋત્વિક રોશન-સુઝાન ખાન : ઋત્વિકે ૨૦૧૪ માં પત્ની સુઝાન ખાન સાથે પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઋત્વિકે સુઝાનને ૪૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા. તે બોલીવુડમાં અત્યાર સુધીમાં જોવા મળેલા સૌથી મોંઘા છુટાછેડા પૈકીનું એક હતું.

સૈફ અલી ખાન-અમૃતા સિંહ : સૈફનું ૨૦૦૩ માં અમૃતા સાથે છૂટાછેડા થઈ ગયા. તેમના લગ્ન ૧૩ વર્ષમાં તૂટી પડ્યા, જેના બદલામાં સૈફે અમૃતાને ૫ કરોડની રકમ ચૂકવી હતી. આ વાતનો ખુલાસો સૈફે પોતે એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો.

અરબાઝ ખાન-મલાઈકા અરોરા : અરબાઝ અને મલાઈકાના લગ્ન ૧૯૯૮ માં થયા હતા પરંતુ ૨૦૧૭ માં બંનેના પરસ્પર સંમતિથી છૂટાછેડા થઈ ગયા હતા. મલાઇકાએ છૂટાછેડાના બદલામાં અરબાઝ પાસેથી ૧૦-૧૫ કરોડની માંગ કરી હતી.

કરિશ્મા કપૂર-સંજય કપૂર : કરિશ્મા કપૂરે ૨૦૦૩ માં ઉઘોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. ૨૦૧૬ માં, બંનેએ ૧૩ વર્ષના લગ્ન તોડી નાખ્યા હતા. છૂટાછેડાને બદલે સંજયે કરિશ્માને તેના પિતાના પૂર્વજોના મકાનમાં આપ્યું હતું. આ સાથે તેમણે બાળકોના નામે ૧૪ કરોડના બોન્ડ આપ્યા હતા, જેના બદલામાં કરિશ્માને ૧૦ લાખ રૂપિયા માસિક વ્યાજ પણ મળે છે.

(10:27 am IST)