Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

મેં સુશાંતને કોઇપણ ફિલ્‍મમાંથી ડ્રોપ કર્યો નથી, ન તો તેને રિપ્‍લેસ કરવામાં આવ્‍યો હતોઃ સુશાંતસિંહ રાજપૂત આપઘાત કેસમાં સંજય લીલા ભણશાલીએ પોલીસ પૂછપરછ દરમિયાન જવાબ આપ્‍યા

મુંબઇ: બોલીવુડના જાણિતા એક્ટર સુશાંત સિંહ રાજપૂતએ ગત મહિને 14 જૂનના રોજ મુંબઇ સ્થિત પોતાના ઘરમાં જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે.

આ મુદ્દે ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલીને સોમવારે બાંદ્વા પોલીસ સ્ટેશનમાં લગભગ 3 કલાક પૂછપરછમાં લગભગ 30 થી 35 પ્રશ્નો પૂછવામાં આવ્યા. આ મામલે જલદી જ શેખર કપૂરનું નિવેદન લેવામાં આવશે. જેમણે સુશાંત સિંહ રાજપૂત વિશે સૌથી પહેલાં ટ્વિટ કર્યું હતું. આ ઉપરાંત એક મોટા પ્રોડક્શન હાઉસના માલિકને પૂછપરછ માટે જલદી જ બોલાવવામાં આવી શકે છે.

સૂત્રોના અનુસાર સંજય લીલા ભણસાલીને પૂછપરછ દરમિયાન પોલીસે જણાવ્યું કે 'મેં સુશાંતને કોઇપણ ફિલ્મમાંથી ડ્રોપ કર્યો નથી, ના તો તેને રિપ્લેસ કરવામાં આવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂત સાથે મારી મુલાકાત 2012માં સરસ્વતી ચંદ્રા નામની એક સિરિયલની કાસ્ટિંગ દરમિયાન થઇ હતી. પરંતુ સુશાંત સિંહ રાજપૂતને તે સમયે આ સીરિયલ માટે કાસ્ટ કરવામાં આવ્યો નહતો. જોકે તેમની એક્ટિંગ સ્કીલથી પ્રભાવિત થઇ હતી.

તેમણે આગળ જણાવ્યું કે 'વર્ષ 2013માં આવેલી 'રામલીલા' અને 2015માં આવેલી 'બાજીરાવ મસ્તાની' માટે 2 વખત મેં સુશાંત સિંહ રાજપૂતને એપ્રોચ કર્યું હતું. પરંતુ તે દરમિયાન તે યશરાજ ફિલ્મના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'પાની' માટે વર્કશોપ અને શેડ્યૂલમાં વ્યસ્ત હતા. એક ડાયરેક્ટર તરીકે મેં તેમનું એટેંશન અને ડેડિકેશન ઇચ્છતો હતો, પરંતુ પોતાના શેડ્યૂલની વ્યસ્તતાના લીધે સુશાંત સિંહ રાજપૂતએ પોતે બંને ફિલ્મો માટે બંને ફિલ્મો માટે મને ના પાડી દીધી હતી, ત્યારબાદ મેં સુશાંત સિંહ રાજપૂતને ફરીથી ફિલ્મોને લઇને કોઇ વાત કરી ન હતી.

ભણસાલીએ કહ્યું કે 'સુશાંતને મેં એક ફિલ્મ અભિનેતા તરીકે તે પ્રકારે જોવા માંગતો હતો, જેમ બાકી કલાકારોને જાણું છું, તે મારા એટલા નજીક ન હતા કે તે મને અંગત વાતો શેર કરે. તેમના ડિપ્રેશનની વાત ખબર ન હતી. વર્ષ 2016 પછી હું સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને ફક્ત 3 વાર ફિલ્મ શોમાં મળ્યો, પરંતુ આ દરમિયાન મારી તેમની કોઇ ફિલ્મને લઇને અથવા કોઇ વસ્તુપ પર વાત થઇ ન હતી.

(4:46 pm IST)