Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વધુ એક કોમેડી માટે વરૂણ ધવનની તૈયારી

રોમાન્ટીક કોમેડી ફિલ્મો માટે જાણીતો અભિનેતા વરૂણ ધવન તેને અત્યંત ગંભીર રોલમાં ચમકાવતી બદલાપુર જેવી ફિલ્મો પણ કરી ચુકયો છે. જો કે ચાહકોએ તેને દરેક રોલમાં પસંદ કર્યો છે. તેણે કારકિર્દીમાં જેટલી ફિલ્મો કરી છે તેમાંથી બે-ત્રણને બાદ કરતાં તમામ સુપરહિટ રહી છે. તેની કૂલી નંબર-૧ની રિમેક રિલીઝ માટે તૈયારીમાં છે. લોકડાઉન આ ફિલ્મને પણ નડી ગયું છે. આ ફિલ્મમામં વરૂણની સાથે  સારા અલી ખાન, પરેશ રાવલ, જાવેદ જાફરી, જોની લિવર સહિતના કલાકારો છે. ત્યાં હવે તે વધુ એક કોમેડી ફિલ્મ માટે તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે. સ્ત્રી અને બાલા જેવી ફિલ્મો આપી ચુકેલા અમર કોૈશીકની આ ફિલ્મ કોમેડીની દુનિયા બદલી નાંખશે તેમ કહેવાય છે. અમર પોતાની અગાઉની ફિલ્મો દ્વારા એ સાબિત કરી ચુકયા છે કે તેને કોમેડીની ખુબ સારી સમજ છે. વરૂણ ધવનની અંદર ગોવિંદા અને સલમાન ખાનની કોમેડીનું પુરૂ પેકેજ છે. હવે તે અને અમર સાથે મળી કેવી કોમેડી ફિલ્મ આપશે તે તરફ ચાહકોની નજર છે.

(10:07 am IST)