Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

બોલિવૂડ અેકટર મિથુન ચક્રવતીના પુત્ર મહાઅક્ષયને રેપ અને ધમકીના આરોપમાં લગ્‍નના દિવસે આગોતરા જામીન

મુંબઇ : બોલિવૂડ અેકટર મિથુન ચક્રવતીના પુત્ર મહાઅક્ષય (મિમોહ) ને રેપ અને ધમકીના આરોપમાં લગ્‍નના દિવસે આગોતરા જામીન મળ્યા હતા.

રોહિણી જિલ્લા અદાલતમાં મિથુન અને તેની પત્ની યોગિતાએ એન્ટિસિપેટરી બેલની અરજી આપી હતી, જેના પર શનિવારે સુનવણી થઈ.

જણાવી દઈએ કે, ભોજપુરી ફિલ્મની એક એક્ટ્રેસે મિમોહ ચક્રવર્તી અને મિથુનની પત્ની યોગિતા બાલી પર રેપ અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. પોતાની ફરિયાદમાં એક્ટ્રેસે દાવો કર્યો હતો કે, એપ્રિલ 2015માં મિમોહના સંપર્કમાં આવી હતી અને 2015માં તેને નશીલી વસ્તુ આપી તેનો રેપ કરવામાં આવ્યો હતો. આ એક્ટ્રેસે આગળ કહ્યું હતું કે, તે આ ઘટના પછી પણ મિમોહ સાથે સંપર્કમાં રહી કારણ કે, તેણે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પણ જ્યારે તે પ્રેગ્નેન્ટ થઈ તો મિમોહે તેનું અબોર્શન કરવાનો પ્રયત્ન કર્યો.

પોતાની ફરિયાદમાં આ એક્ટ્રેસે દાવો કર્યો હતો કે, યોગિતા બાલીએ તેને કૉલ કરીને ધમકી આપી હતી. આ ઉપરાંત તેનો આરોપ છે કે, જ્યારે તેણે મિમોહ પાસેથી લગ્ન માટે પ્રોમિસ યાદ અપાવ્યું ત્યારે મિમોહે કહ્યું કે, તે પોતાના પેરેન્ટ્સ સાથે વાત કરી તેમને મનાવી લેશે પણ બાદમાં તેણે કુંડળી ન મળતી હોવાનું બહાનું કાઢી લગ્ન માટે ના પાડી દીધી.

(12:15 am IST)