Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

સંજય દત્ત જેવી બોડી બનાવવા માટે સવારે ૩ વાગ્યે ઉઠીને અેક્સરસાઇઝ કરવી પડી અને પ્રોટીન શેક પીવુ પડતુ હતુઃ વારંવાર રણબીર કપૂરના લુક્સ રીજેક્ટ થતા હોવા છતાં ટીમે હાર ન માની અને મળી સફળતા

મુંબઇઃ સંજય દત્તના જીવન ઉપર આધારિત ફિલ્મમાં સંજય દત્તનો અભિનય કરનાર રણબીર કપૂરને આ રોલ માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી અને અંતે તેમાં સફળતા મળી છે.

સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજૂ અત્યારે બોક્સ ઓફિસ પર ધમાકેદાર પર્ફોમ કરી રહી છે. એક અઠવાડિયામાં ફિલ્મે 200 કરોડથી વધારેનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મમાં લીડ રોલ માટે રણબીર કપૂરના ઘણાં વખાણ કરવામાં આવી રહ્યા છે. ઘણાં સીન્સમાં રણબીર એકદમ સંજય દત્ત જેવો જ લાગે છે.

રણબીરને સંજય દત્ત બનાવવાનું કામ સરળ નહોતુ. સંજય દત્તના જીવનના અલગ અલગ પડાવ દર્શાવવા માટે તેના જેવો લુક રણબીરને આપવા ઘણી મહેનત કરવી પડી. ફિલ્મ માટે રણબીરના ઘણાં બધા લુક્સ રિજેક્ટ કરવામાં આવ્યા હતા.

પરંતુ રાજકુમાર હિરાની, રણબીર અને તેમની આખી ટીમે હાર ન માની અને જ્યાં સુધી લુક ફાઈનલ ન થાય ત્યાં સુધી મહેનત કરતા રહ્યા. સંજય દત્ત જેવો દેખાવા માટે રણબીરે વજન પણ વધારવુ પડ્યું.

રણબીર કપૂર કહે છે કે, સંજય દત્ત જેવી બૉડી બનાવવા માટે તેણે સવારે 3 વાગ્યે ઉઠીને પ્રોટીન શેક પીવુ પડતુ હતું અને પછી તે એક્સર્સાઈઝ કરતો હતો. ઉલ્લેખનીય છે કે સંજૂ રણબીર કપૂરની પહેલી એવી ફિલ્મ છે જેણે 200 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો છે.

(12:14 am IST)