Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ફિલ્મ સુરમાનું નિર્માણ કર્યું ચિત્રાંગદા સિંઘે

મુંબઈ: બે અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અનુષ્કા રાવ પછી હવે વધુ એક અભિનેત્રી ચિત્રાંગદા સિંઘ ફિલ્મ નિર્માત્રી બની ચૂકી છે. એની પહેલી ફિલ્મ ભારતીય હૉકીના લેજંડ સંદીપ સિંઘની બાયો-ફિલ્મ સૂરમા છે. પંજાબી ગાયક અભિનેતા દિલજિત સિંઘ આ ફિલ્મમાં સંદીપ સિંઘનો રોલ કરી રહ્યો છે. ફિલ્મ બનતી હતી ત્યારે ખુદ સંદીપ સિંઘ પણ સેટ પર હાજર રહેતા હતા અને જરૃરી માર્ગદર્શન આપતા હતા. ગંભીર અકસ્માત અને લકવા જેવા વ્યાધિને અતિક્રમીને સંદીપ સિંઘ ફરી હૉકી રમતા થયા હતા અને ટોચના ખેલાડી તરીકે પંકાયા હતા. આ ફિલ્મમાં દિલજિત સિંઘ ઉપરાંત ટોચની અભિનેત્રી તાપસી પન્નુ પણ હૉકી ખેલાડી તરીકે ચમકી રહી છે. નિર્માત્રી તરીકેના પોતાના અનુભવ વિશે બોલતાં ચિત્રાંગદાએ કહ્યંુ કે આ પુરુષ પ્રધાન ઉદ્યોગમાં એક મહિલાએ સતત પડકારોનો સામનોે કરવો પડતો હેાય છે. મારી આ પહેલી ફિલ્મ હોવાથી મેં પણ કેટલીક મુશ્કેલીનો સામનો કર્યો હતો. પરંતુ હવે તો અનુષ્કા શર્મા અને પ્રિયંકા ચોપરા જેવી ટોચની અભિેનત્રીઓ પ્રોડયુસર બની હોવાથી મને એ લોકોના અનુભવ પરથી પ્રેરણા મળી હતી. તેણે કહ્યું કે હું સર્જનાત્મક વિચારો ધરાવતી હોવાથી મેં ફિલ્મનાં પાત્રો દ્વારા વિવિધ સંવેદનો રજૂ થાય એ તરફ વધુ ધ્યાન આપ્યું હતું અને મારા પાર્ટનર દીપક સિંઘે માર્કેટિંગની જવાબદારી અદા કરી હતી.

(5:00 pm IST)
  • નવસારીના ચીખલીના કુકેરી ગામે કાવેરી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. બીજા પણ 9 જેટલા નાના ચેકડેમ ઓવરફ્લો થયા છે. ચેકડેમને લઈને કુકેરી ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ચેકડેમ ઉંડો કરવાની રજૂઆત તંત્રને અનેક વખત કરી હોવા છતાં કોઇ જ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. access_time 7:18 pm IST

  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST

  • વલસાડમાં જેટકો નામની સાહી બનાવતી કંપનીમાં લાગી ભયાનક આગ : ફેકટ્રી આસપાસના રસ્તાઓ કરાયા બંધ : નજીકની ફેકટ્રીઓમાં કામ કરતા કામદારોને પણ દૂર ખસેડાયા : કંપનીમાં થઈ રહ્યા છે જોરદાર ધડાકા : કંપનીમાં મોટી માત્રામાં અત્યંત જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 7:04 pm IST