Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

' અપરાજિત અયોધ્યા ' રામમંદિર પર બનાવશે ફિલ્મ :અભિનેત્રી કંગના રાણાવત કરશે ડાયરેક્ટ

બાહુબલી સીરીઝ અને મણિકર્ણિકા ફિલ્મની સ્ક્રિપ્ટ લખનાર કેવી વિજયેન્દ્ર પ્રસાદે લખી છે સ્ક્રીપટ

મુંબઈ : બોલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવતે ગયા વર્ષે પોતાની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’ ને ડાયરેક્ટ કરી હતી. હવે તે વધુ એક ફિલ્મનું નિર્દેશન કરવા જઇ રહી છે. તાજેતરમાં જ કંગનાએ પોતાનાં નવા પ્રોજેક્ટને લઇને જાહેરાત કરી છે. તે ‘અપરાજિત અયોધ્યા’ ફિલ્મને ડાયરેક્ટ કરશે, જેને કેવી વિજયેન્દ્ર પ્રસાદે લખ્યું છે, જે બાહુબલી સીરીઝ અને મણિકર્ણિકા ફિલ્મની સ્ક્રિપ્ટ લખી ચૂકેલ છે. આ ફિલ્મ પ્રસિદ્ધ રામ મંદિરનાં મામલાની આસપાસ છે, જેનું નિર્દેશન કંગના રાણાવત કરતી દેખાશે.

આ ફિલ્મ કંગના રાણાવાતનાં પ્રોડક્શન હાઉસ અંતર્ગત પ્રોડ્યુસ થશે. એક્ટ્રેસે આ ખબરની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘મારા માટે ફિલ્મ નિર્દેશિત કરવાની યોજના ન હોતી. મે તેને એક પરિયોજનાનાં રૂપમાં શરૂ કરી હતી, જેને મે માન્યતાનાં સ્તરથી કામ કર્યુ હતું. હું આને પ્રોડ્યુસ કરવા ઇચ્છતી હતી, જ્યારે નિર્દેશનની ભૂમિકા કોઇ અન્ય નિભાવતું. હું તે સમયે ખૂબ વ્યસ્ત હતી. તેનાં ડાયરેક્શનને વિશે વિચારવા માટે સમય ન હોતો પરંતુ કેવી વિજયેન્દ્ર પ્રસાદે જે સ્ક્રિપ્ટ શેર કરી હતી, તે એક મોટા કેનવાસ પર સેટ કરવામાં આવેલી ફિલ્મ હતી. કેટલીક હદ સુધી ઐતિહાસિક ફિલ્મની પેટર્ન પર, જેને મે પહેલા નિર્દેશિત કરી હતી. મારા સહયોગી સાથી પણ ઉત્સુક હતાં કે હું તેને નિર્દેશિત કરું. આખરે, મને પણ લાગ્યું કે, જો હું આ ફિલ્મને પસંદ કરું છું તો લગભગ આ સૌથી વધારે સારું હોય. તો આ બધું જ વ્યવસ્થિત રૂપથી થયું.’

એક રીતે ઇન્ડિપેંડેંટ ડાયરેક્ટર આ કંગના રાણાવતનો પ્રથમ પ્રોજેક્ટ હશે, પરંતુ તે બિલકુલ પણ નર્વસ નથી. કંગનાએ કહ્યું કે, ‘તે મને નર્વસ નહીં કરે. તે કઠિન હોય છે કે જ્યારે આપને કોઇ અન્યનાં વિઝનને આગળ વધારવાનું હોય છે. તેમાં ક્યાંક ને ક્યાંક ખુદનું વિઝન પણ મળી જાય છે. આ મામલામાં મે આ મૂવીને લઇ તલ્લીનતાથી કામ કર્યુ છે. એક વાર વિચારોમાં સ્પષ્ટતા આવ્યાં બાદ બધું જ સરળ થઇ જાય છે.’

કંગના માત્ર આ ફિલ્મ પર એક રીતે તે ફિલ્મમેકર તરીકે જ ફોકસ કરવા ઇચ્છે છે, તેટલાં માટે ફિલ્મમાં કદાચ નજર ના પણ આવે. આને લઇને કંગનાએ કહ્યું, ‘હું એક રીતે ફિલ્મ મેકર તરીકે જ ફિલ્મ પર ધ્યાન આપવા ઇચ્છું છું. સંપૂર્ણ રીતે મારા માટે આ એક વિવાદાસ્પદ વિષય નથી. હું આને પ્રેમ, વિશ્વાસ અને એકતાની વાર્તાનાં રૂપમાં જોવું છું. દરેક ચીજને સાઇડમાં મૂકીને આ એક દિવ્યતાની વાર્તા છે.’

(6:13 pm IST)