Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

જાણીતા ટીવી સિરીયલ નિર્દેશિકા એકતા કપૂરને હિન્દુસ્તાની ભાઉએ આપી નોટીસ

સેના પાસે માફી માંગી સરકારને ૧૦૦ કરોડ વળતર આપવા કહેવાયું : વેબ સીરીઝના સીનથી શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ લેતુ નથી

મુંબઈ : જાણીતી નિર્માત્રી - નિર્દેશકા એકતા કપૂર (Ekta Kapoor) સાથે જોડાયેલો વિવાદ રોકાવવાનું નામ જ નથી લેતો. ALT બાલાજી પર દર્શાવેલી વેબ સિરીઝનાં સીનથી આ આ આખો વિવાદ શરૂ થયો હતો. બિગ બોસમાં આવેલા વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉએ (Hindustani Bhau) પોલીસ ફરિયાદ (FIR) કરી હતી. ત્યારે હવે મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે, નિર્માત્રી એકતા કપૂરની અલ્ટ બાલાજીની XXX 2  (xxx uncensored 2)વેબ સિરીઝ માટે હિન્દુસ્તાની ભાઉએ એકતા કપૂરને લિગલ નોટિસ મોકલી છે. થોડા સમય પહેલા જ આ સીન માટે એકતાએ સ્પષ્ટતા પણ કરી હતી.

આ મામલામાં બોલિવૂડ લાઇફની એક રિપોર્ટની માનીએ તો હિન્દુસ્તાની ભાઉનાં વકીલ અલી કાશિફ ખાને આ અંગેનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, સેનાનું અપમાન થવાને કારણે અમે એકતા કપૂરને લિગલ નોટિસ મોકલી છે. આ નોટિસ પ્રમાણે, એકતા કપૂરે આર્મી પાસે માફી માંગને, 100 કરોડ રૂપિયાની પેનલ્ટી ભારત સરકારે આપવી પડશે.

નોંધનીય છે કે, એકતા કપૂરે તેની વેબ સિરીઝના વાંધાજનક દ્રશ્ય માટે ભારતીય સેનાની માફી માંગી હતી. જેમાં ભારતીય સૈનિકની પત્નીની ગેરહાજરીમાં પર પુરુષ સાથે સંબંધ હોવાનું બતાવવામાં આવ્યું છે. એકતા કપૂરે એવો દાવો પણ કર્યો હતો કે, તેમણે માહિતી આવતાની સાથે જ તે સંબંધિત શ્રેણીમાંથી સામગ્રીને દૂર કરી દીધી છે અને એમ પણ કહ્યું હતું કે તે કોઈ ભૂલને કારણે થયું છે. એકતા કપૂરે આખરે અલ્ટ બાલાજીની XXX 2 વેબ સિરીઝના વધતા જતા વિવાદને જોતા પોતાનું મૌન તોડ્યું છે. ધ બિગ ડિબેટ વિથ શોભા ડે સાથેના વેબિનારમાં એકતા કપૂર, ગુલ પનાંગ, નંદિતા દાસ, માલિની અગ્રવાલ અને ગુરદીપ પુંજ વાસ્તવિક સંબંધો વિશે ચર્ચા કરવા માટે જોડાઇ હતી.

'અમને ભારતીય સૈન્ય પ્રત્યે ખૂબજ આદર છે'એકતા કપૂરે શોભા ડેના વેબિનારમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે આ સમગ્ર વિવાદમાં પોતાનો અભિપ્રાય જણાવ્યો, ‘એક વ્યક્તિ તરીકે અને એક સંગઠન તરીકે અમને ભારતીય સૈન્ય પ્રત્યે ખૂબજ આદર છે. આપણે સૌ સેનાના કારણે જ સુરક્ષીત છીએ તે ભૂલવુ ન જોઈએ સેનાનિં યોગદાન ચુકવી ન શકાય તેવુ છે. મે જ્યારે આ વિવાદ પછી જોયુ તો તે વસ્તુઓને હટાવી દેવાઈ છે અને મે માફી પણ માગી લીધી છે.

એકતા કપૂરે સમગ્ર વિવાદ બાદ કહ્યુ કે, તેને અને તેની માતાને સતત ધમકીઓ મળી રહી છે. સોશિયલ મીડિયા પર તેને ગંદી ગાળો ભાંડવામાં આવી રહી છે. તે હવે થાકી છે અને આ રીતે ખુલ્લે આમ ધમકી મળે છે તે વાત પર હવે કાયદાકીય પગલા લેવાનું વિચારી રહી છે. તેણે સતત મળી રહેલી ધમકીઓને લઈને મુંબઈ પોલીસમાં ફરીયાદ કરી દીધી છે.

(2:17 pm IST)