Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સુનિલ દત્તની જન્મજ્યંતિ પર સંજુબાબા ભાવુક થયો

સુનિલની જન્મજ્યંતિ પર ચાહકો પુષ્પાંજલિ : હંમેશા મારી હિંમત-ખુશીનો સ્ત્રોત રહ્યા છો : સંજુબાબા

મુંબઈ, તા. ૭ : બોલિવુડ અભિનેતા સુનિલ દત્તની આજે જન્મજયંતિ છે. આ દિવસે દીકરા સંજય દત્તે તેમને યાદ કરીને ભાવુક પોસ્ટ મૂકી છે. સંજય દત્તે પિતાના જન્મદિવસ પર પોતાના બાળપણની તસવીર શેર કરી છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં સંજય દત્ત પિતા સાથે જોવા મળે છે. પિતા સાથેની બાળપણની તસવીર શેર કરતાં સંજય દત્તે લખ્યું કે, 'તમે હંમેશા મારી હિંમત અને ખુશીઓનો સ્ત્રોત રહ્યા છો. હેપ્પી બર્થડે પપ્પા' સંજય દત્તે આ તસવીર શેર કરતાંની સાથે જ સંજુબાબાની દીકરી ત્રિશલા અને પત્ની માન્યતાએ કોમેન્ટ કરી. ત્રિશલાએ કહ્યું કે, 'હેપ્પી બર્થ ડે દાદાજી.

          અગાઉ ૧ જૂનના રોજ સંજય દત્તે પોતાના મમ્મી અને એક્ટ્રેસ નરગિસને યાદ કરીને વિડીયો પોસ્ટ કર્યાે હતો. સંજુબાબાએ પોસ્ટ મૂકતા લખ્યું હતું કે, 'હેપ્પી બર્થ ડે મા, મિસ યુ.' વિડીયોમાં નરગિંસની ફિલ્મોના અમુક સીન, પતિ સુનીલ દત્ત સાથેની કેટલીક મીઠી યાદોની તસવીરો અને તેમના બાળકો સાથેની મીઠી ક્ષણો જોઈ શકો છો. વક્રફ્રન્ટની વાત કરીએ તો, સંજય દત્ત છેલ્લે ૨૦૧૯માં આવેલી ફિલ્મ 'પાણીપત'માં જોવા મળ્યો હતો. લોકડાઉન પછી સંજય દત્ત 'સડક ૨'માં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને પૂજા ભટ્ટ છે.

(7:49 pm IST)