Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ટેનિસમાં પિતાનો પરાજય થતા પુત્ર મેદાનમાં રડવા લાગ્યોઃ રવિના ટંડને વીડિયો શેર કર્યો

નવી દિલ્હી: બાળકોના માતા પિતા સાથેના સંબંધો એવા હોય છે કે જેને શબ્દોમાં રજુ કરવું શક્ય નથી. દુનિયાના સૌથી શ્રેષ્ઠ એવા સંબંધને લઇને સોશિયલ મીડિયામાં અવારનવાર વીડિયો અને ફોટો શેયર થતા રહે છે જે જોતાં આપણી આંખો ભીની થઇ જાય છે. બોલીવુડ અભિનેત્રી રવીના ટંડને પણ હાલમાં આવા એક પ્રસંગને લઇને વીડિયો શેયર કર્યો છે જે જોતાં લાગણીસભર આંખો ભીની થયા વિના રહેતી નથી.

વીડિયો ઇન્ટરનેશનલ ટેનિસ મેચ દરમિયાનનો છેટેનિસ ખેલાડી માહુલ (Mahul) અને રોનાલ્ડ ગેરસ (Roland Garros) વચ્ચેની મેચનો છે. મેચમાં બંને ખેલાડી આમને સામને હતા. ખરાખરીના જંગમાં માહુલનો પરિવાર પણ દર્શક તરીકે ઉપસ્થિત રહ્યો હતો. પરંતુ થયું એવું કે મેચમાં છેવટે માહુલનો પરાજય થાય છે અને પોતાના પરિવારની હાજરીમાં પોતાની હાર થતાં માહુલ નિરાશ થઇ જાય છે અને તે ચોધાર આંસુએ રડવા લાગે છે.

મેદાનમાં માહુલ રડી પડી છે છેવટે એનો પુત્ર દોડી આવે છે અને જાણે કે પિતાને સહારો આપતો હોય રીતે માહુલને ગળે વળગી પડે છે. દ્રશ્ય જોઇ ઉપસ્થિત સૌ કોઇની આંખો પણ ભીની થઇ જાય છે અને તાળીઓથી પિતા પુત્રને વધાવી લે છે. રવીના ટંડને વીડિયોને શેયર કરતાં લખ્યું છે કે, આવી પળો જીવનને જીવવા લાયક બનાવે છે. રવીના ટંડન બોલીવુડની જાણીતી અભિનેત્રી છે અને તેણી અવારનવાર લાગણીસભર વીડિયો ફોટો શેયર કરે છે.

રવીના ટંડને જે વીડિયો રીટ્વિટ કર્યો છે એમાં ટેનક્રેડી પાલમેરી લખે છે કે, તમે વીડિયો જોયો કે જેમાં ટેનિસ ખેલાડી માહુલ પ્રતિસ્પર્ધી રોનાલ્ડ ગેરસ સામે હારી જાય છે. પોતાના પરિવાર સામે પોતાની હાર થતાં માહુલ નિરાશ થઇ જાય છે અને મેદાન પર રડી પડે છે. જોઇ એનો પુત્ર દોડી આવે છે અને ગળે લાગે છે. દ્રશ્ય જોઇ પ્રતિસ્પર્ધી ખેલાડીની આંખો પણ ભીની થઇ જાય છે.

(6:01 pm IST)