Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલમાં થઈ રહી છે દયાબેનની વાપસી, વિશ્વકપ બાદ જોવા મળશે

નવીદિલ્હી,તા.૭ : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જે જોતા હશે તેઓ દયાબેન એટલે કે દિશા વાકાણીને ભૂલી ન શકે. છેલ્લા કેટલાક સમયથી દિશા વાકાણી આ શોમાંથી બહાર છે પરંતુ હવે એવા સમાચાર મળી રહ્યાં છે કે દિશા આ શોમાં પાછી ફરી શકે છે. રિપોર્ટ્સ મુજબ દિશા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ બાદ શોમાં વાપસી કરી શકે છે. અત્રે જણાવવાનું કે દિશા અને તેની ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. દિશા વાકાણી નવેમ્બર ૨૦૧૭માં પહેલા બાળકની માતા બની હતી. ત્યારબાદથી તે મેટરનિટી લીવ પર હતી.

શોમાં દિશા વાકાણીની વાપસીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ખુબ ચર્ચા છે. અગાઉ એવા પણ રિપોર્ટ્સ હતાં કે હવે શોના મેકર્સે દયાબેનની ભૂમિકા માટે નવા ચહેરાની શોધ શરૂ કરી દીધી છે. પરંતુ હવે તાજા અહેવાલથી દિશાના ચાહકો ખુશખુશાલ થઈ જશે.

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી એવા રિપોર્ટ્સ હતાં કે દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ટાટા બાયબાય કરી દીધુ છે. દિશાના પરિવારજનોએ તેના આ નિર્ણયને પર્સનલ ગણાવતા કોઈ પણ નિવેદન આપવાની ના પાડી દીધી હતી. હાલ જો કે હજુ સુધી અભિનેત્રી કે મેકર્સે આ અંગે કોઈ જ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી નથી. દિશા વાકાણીએ નવેમ્બર ૨૦૧૫માં બિઝનેસમેન મયૂર પંડ્યા સાથે લગ્ન કર્યા હતાં. દિશા અને મયુરની એક પુત્રી પણ છે જેનું નામ સ્તુતિ છે.

(2:22 pm IST)
  • મુંબઈમાં ૯ સ્થળે ''ઈડી''ના દરોડા : ૫૪૦૦ કરોડના બેન્ક લોન કૌભાંડ બાબતે ''ઈડી''એ મુંબઈમાં ૯ સ્થળે સામટા દરોડા પાડયા છેઃ વિગતો મેળવાઈ રહી છે access_time 1:08 pm IST

  • કેરળમાં નૈઋત્ય ચોમાસાના આગમનનું કાઉન્ટ ડાઉનઃ રાજયમાં ઠેરઠેર વરસાદ શરૂ : નૈઋત્ય ચોમાસુ આવતીકાલે કેરળમાં પ્રવેશ કરશેઃ દેશભરના લોકો તેના આગમનની રાહ જોઇ રહ્યા છે. ચોમાસાનું આગમન થાય એ પૂર્વે રાજયમાં અનેક સ્થળે વરસાદ વરસવો શરૂ થયો છેઃ થિરૂવનંતપુરમમાં ગઇ રાતથી વરસાદ પડી રહ્યો છેઃ ચોમાસાનું આગમન ૧ સપ્તાહ મોડુ થઇ રહ્યું છે. access_time 3:48 pm IST

  • મુંબઇમાં પ્રી મોન્સુન વરસાદ : ગઇકાલથી મુંબઇમાં હળવો પ્રી મોન્સુન વરસાદ શરૂ થતા બફારાથી ત્રાહિમામ લોકોને થોડી રાહત થઇ access_time 3:34 pm IST