Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

૬૪ વર્ષ પહેલા પિતાઓએ સાથે કામ કર્યુ, હવે પુત્રો એક સાથે ટીવી શોમાં

સમયે દિપ્તી કલવાનીના શો 'એક ભ્રમ-સર્વગુણ સંપન્ન'માં પરિક્ષીત સાહની, અયુબ ખાન અને નાસિર ખાન જેવા અનુભવી કલાકારો સાથે કામ કરી રહ્યા છે. આ ત્રણેય અભિનેતા વચ્ચે એક વાત સામાન્ય છે. આ ત્રણેયના પિતાએ ભૂતકાળમાં એક સાથે કામ કર્યુ હતું! મહાન અભિનેતા જોની વોકરના પુત્ર નાસિર ખાને ત્રણ દિગ્ગજ  નાસિર ખાન (અયુબ ખાનના પિતા), બલરાજ સાહની (પરિક્ષીત સાહનીના પિતા) અને અને જોની વોકરની જુની તસ્વીર અને સાથે આ ત્રણેયના દિકરાની તસ્વીર પોસ્ટ કરી હતી. ૧૯૫૫માં બલરાજ સાહની અને નાસિર ખાન (અયુબના પિતા)એ ફિલ્મ જવાબમાં સાથે કામ કર્યુ હતું. હવે ૬૪ વર્ષ પછી ટીવી શોમાં આ બંનેના પુત્રો સાથે કામ કરી રહ્યા છે. નાસિર અને પરિક્ષીત સાહનીએ અગાઉ જય સંતોષી મા નામના શોમાં પણ સાથે કામ કર્યુ હતું.

(11:49 am IST)