Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ફિલ્મ 'લવરાત્રિ'માં કેમિયો કરશે સલમાન અને અરબાઝ ખાન

મુંબઈ:સલમાન ખાન બનેવી આયુશ શર્માને ફિલ્મ 'લવરાત્રિ દ્વારા લોન્ચ કરી રહ્યો છે. દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી લાવવા સલમાન એક ટ્રિક કરી રહ્યો હોવાની વાત છે. જોકે બાબતે સત્તાવાર ઘોષણા થઇ નથી.સલમાન ખાન અને અરબાઝ ખાન પોતાના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'લવરાત્રિમાં કેમિયો કરતા જોવા મળશે. ફિલ્મ દ્વારા સલમાન પોતાના બનેવી આયુશ શર્માને લોન્ચ કરી રહ્યો છે.

સલમાન અનેઅરબાઝ એક વિશેષ ગીતમાં સાથે જોવા મળશે. અરબાઝ જલદી પોતાના હિસ્સાનું શૂટિંગ શરૃ કરશે. કેમિયોવાળા દ્રશ્યનું શૂટિંગમુંબઇમાં કરવામાં આવશે. સીન સલમાન,અરબાઝ અને આયુષ પર ફિલ્માવવામાં આવશે.જ્યારે સલમાને ફિલ્મની ઘોષણા કરીહતી ત્યારે ઘણી અફવાઓ ફેલાઇ હતી. એક વાત એવી પણ ચગી હતી કે સલમાન ફિલ્મના વિશેષ ગીતમાં દેખા દેશે. જોકે સલમાનના નિર્માણ હાઉસે વાતને અફવામાં ખપાવી હતી. ફિલ્મમાં ફક્ત સલમાન અને અરબાઝ નહીં પરંતુ સોહેલ ખાન પણ કેમિયો કરતો જોવા મળશે.

(4:01 pm IST)
  • ઝારખંડ : પોલીસ-નકસલીઓ વચ્ચે ઘર્ષણ : અંધાધુંધ ફાયરિંગ કરાતા બે જવાનો શહીદ access_time 3:48 pm IST

  • ૨૦૦૨ના વસુલી મામલે ગેંગસ્ટર અબુ સલેમને ૭ વર્ષની કેદઃ દિલ્હીની તીસ હજારી કોર્ટ સંભળાવી સજા access_time 4:19 pm IST

  • કોંગ્રેસના ૨૩ કોર્પોરેટરો સસ્પેન્ડ : પાટણના નગરપાલીકાના મેન્ડેટના ઉલ્લંધનના મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બાગી ૨૩ કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા access_time 4:05 pm IST