Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

આર્થિક તંગીના લીધે ઉદય ચોપરાએ લોસએન્જલસ ખાતેનો વીલા વેચ્યો

મુંબઇ:ઉદય ચોપરાએ  પોતાનો લોસએન્જલસ ખાતેનો હોલીવૂડ હિલ્સમાં વિલા વેચાણાર્થે મુક્યો છે. અભિનેતાએ બે વરસ પહેલા વિલા એક કોર્પોરેટ પાસેથી .૨૫ મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો. જેના આજે તેણે . ૭૯૯ મિલિયન એટલે કે લગભગ ૨૫. ૩૦ લાખ ડોલરમાં વેચાંઇ ગયો છે.એક વાત એવી પણ છે કે તેને હાલ કોઇ રોલ મળતો હોવાથી તે આર્થિક તંગી અનુભવી રહ્યો છે.ઉદયે લોસએનજલસ ખાતેનો અદ્યતન વિલા શા માટે વેંચ્યો છે તે જાણવા મળ્યું નથી. કહેવાય છે કે વિલાનું ઇન્ટિરિયર અફલાતુન હતું. તેને વિશેષ રીતે સજાવામાં આવ્યો હતો. વિલાની મોટા ભાગની દીવાલો કાચની બનેલી છે. વિલાના પ્રથમ મજલે ત્રણ-ચાર બેડરૃમ છે. તેને વિશેષ વુડથી બનાવામાં આવ્યો છે

ઉદય હાલ કોઇ બોલીવૂડની ફિલ્મોમાં સક્રિય નથી. તેના અને નરગિસ ફખ્રીના પ્રેમ સંબંધથી તે ખાસ્સો ચર્ચામાં હતો. પરંતુ બન્નેના બ્રેકઅપ બાદ નરગીસ હવે કોઇ અમેરિકન દિગ્દર્શકને ડેટ કરી રહી હોવાની વાત છે. જોકે બે માંથી એકે વાતની પુષ્ટિ કરી નથી.

(4:01 pm IST)
  • શેરબજારમાં જોરદાર શરૂઆત: સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારેનો ઉછાળો: મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વધારો:બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, ઑયલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી:સેન્સેક્સ 238 અંક વધીને 35417ના સ્તરે: નિફ્ટી 71 અંક વધીને 10756ની સપાટીએ access_time 10:45 am IST

  • પ્લાસ્ટિકની બોટલ્સ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશો તો રિટર્નમાં મળશે 1 રૂપિયો: પાણી, ઠંડા પીણા સહિતની પોલિથિલિન ટેરેફ્થાલેટ (PET)- પ્લાસ્ટિક બોટલ્સના રિસાયકલિંગ માટે રાજ્યભરમાં રીવર્સ વેન્ડિંગ મશીન (RYM) લગાવાશે :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત access_time 1:16 am IST

  • ગૃહમંત્રી રાજનાથસિંહના આજથી શરૂ થયેલ બે દિવસીય જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયાન કુપવારામાં પેટ્રોલીંગ પાર્ટી ઉપર આતંકી હુમલોઃ ૨ જવાન ઘાયલ access_time 12:34 pm IST