Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

નાના પરદા પર રેખા નિર્ણાયક તરીકે નજરે પડશે

મુંબઈ:પીઢ અભિનેત્રી રેખા નાના પડડદા પર નિર્ણાય્ક તરીકે જોવા મળશે. શોમાં પંજાબી રેપર બાદશાહ, સુનિધિ ચોહાણ તેમજ પ્રીતમ તો નિર્ણાયક છે. પરંતુ શોની ચમક-દમક વધારવાના હેતુથી રેખાને સેલિબ્રિટિ નિર્ણાયક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

 

શોની નજીકની વ્યક્તિએ જણાવ્યું હતું કે રેખા ત્રણ નિર્ણાયકો સાથે જોવા મળશે. શોની ચમક-દમક વધારવાના હેતુથી તેની નિમણૂંક કરવામાં આવી છે. રેખા  બોલીવૂડમાં તેની એકટિંગ, સુંદરતાઅને ડાન્સ માટે જાણીતી છે.
જોકે રેખા ટચૂકડા પડદાના ડાન્સને લગતા શોમાં પણ નિર્ણાયક તરીકે નજરે પડી છે. રેખાની ખૂબસૂરતી આજે પણ એટલી બકરાર છે તેથી તેનો પ્રભાવ સામેની વ્યક્તિ પર પડે તેમાં કોઇ શંકા નથી.

(3:59 pm IST)