Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સંજુને સિગારેટ પીતો જોઈને સુનિલદતે જુતાથી માર્યો હતો

જેકી શ્રોફની ફિલ્મ ‘હીરો' પહેલા સંજય દત્તને ઓફર થયેલ પરંતુ તેની ડ્રગ્સની લતના કારણે સુભાષ ઘઈને ફેસલો બદલ્યો

મુંબઈ :તાજેતરમાં સંજયદત્તની બાયોપિક સમી ફિલ્મ સંજુ રિલીઝ થઇ છે ત્યારે સંજયદત્તના જીવનની ઘણી વાતો ખુલી છે ત્યારે એક ઈન્ટરવ્યુમાં સંજય દત્તે જણાવ્યુ હતુ કે તેમણે પહેલીવાર છુપાઈને બાથરૂમમાં સિગરેટ પીધી હતી ત્યારે અચાનકથી પિતા સુનિલ દત્ત આવી ગયા હતા. સંજયને સિગરેટ પીતો જોઈને તે ખુબ દુઃખી થયા હતા અને જુતાથી માર માર્યો હતો

  સંજયને નશાની એટલી ખરાબ લત હતી કે જેકી શ્રોફની ફિલ્મ ‘હીરો' પહેલા સંજય દત્તને ઓફર થઈ હતી પરંતુ તેની ડ્રગ્સની લતના કારણે સુભાષ ઘઈને ફેસલો બદલ્યો હતો.

(11:21 am IST)