Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

શનિવારે સોનમ કપૂરનો જન્મદિવસઃ લંડનમાં પતિ સાથે કરશે ઉજવણી

સોનમ કપૂર તેના લગ્ન બાદનો પહેલો જન્મ દિવસ લંડનમાં ઉજવશે. તે તા.૯ જૂને ૩૩મા વર્ષમાં પ્રવેશ કરશે. તે તેના પતિ આનંદ અહુજા અને તેની બહેન રીહા કપૂર સાથે લંડનમાં તેના ઘરે જન્મદિવસની ખાસ ઉજવણી કરશે. સોનમ કપૂરે જણાવ્યું કે, હું કામથી લંડન જઈ રહી છુ, તેથી આનંદ મારી સાથે આવશે અને બહેન રીહા પણ અમારી સાથે આવી રહી છે. તે ત્યાં ઉજવણીરૂપે બહાર લંચ, ડિનર અને મસ્તી કરશે.

સોનમ કપૂરે 'વીરે દી વેડિંગ'ની ટીમને તેના જન્મદિવસની ઉજવણી માટે આમંત્રણ નથી આપ્યું. માત્ર તેના બે નજીકના મિત્રો ડિઝાઈનર શેહલા ખાન અને સંયુકતા નાયર જ આવશે અને તે તેના ઘરે રહેશે. તેને લંડનમાં સુંદર ૩ બેડરૂમ પ્રોપર્ટી છે. અને તે ઈચ્છે છે કે સ્વરા (ભાસ્કર) પણ ઉજવણીમાં જોડાય પરંતુ, તે આવી શકે તેમ નથી.

(10:07 am IST)