Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ફરીથી નેગેટિવ રોલ નિભાવવા તૈયાર સાક્ષી તન્વર

ટીવી પરદાની સુપરસ્ટાર અભિનેત્રી સાક્ષી તન્વર લાંબા સમયથી પરદાથી દૂર હતી. હવે તેણે  ડેઇલી ટીવી શોમાં કમબેક કર્યુ છે. સ્ટાર પ્લસના શો કૃષ્ણા ચલી લંડનમાં તેની એન્ટ્રી થઇ રહી છે. પણ આ વખતે તે રોમાન્ટીક કે પોઝિટીવ ભૂમિકામાં નહિ, પણ નેગેટિવ રોલમાં જોવા મળશે.  કૃષ્ણા ચલી લંડનમાં બુઆ એટલે કે સુષ્મિતા મુખર્જીની નાની બહેનના રોલમાં સાક્ષી જોવા મળશે. સાક્ષી આ અગાઉ બાલિકા વધૂમાં પણ નેગેટિવ રોલ નિભાવી ચુકી છે.  જો કે ચાહકો સાક્ષીને રોમાન્ટીક અને પોઝિટીવ રોલમાં વધુ પસંદ કરે છે. તેનું કમબેક ચાહકોને ખુશ કરશે કે નહિ તે દિલચશ્પ બની રહેશે. સાક્ષી તાજેતરમાં એક વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી. કહાની ઘર ઘર કી શો થકી તેને ઘર-ઘરમાં નામના મળી હતી.

(10:05 am IST)