Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સંજુની ફિલ્મમાં જૈકી શ્રોફ અને મનિષાને મહત્વનો રોલ

સંજય દત્ત નિર્માતા તરીકે ફિલ્મ બનાવી રહ્યો છે. તે સાઉથની ફિલ્મ પ્રસ્થાનમની હિન્દી રિમેક પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં જૈકી શ્રોફને જોરદાર રોલ અપાયો છે. સંજય દત્ત અને જૈકી શ્રોફ ખુબ સારા મિત્ર છે. હવે એક સાથે ફિલ્મી પરદે જોવા મળશે. મનિષા કોઇરાલાને પણ આ ફિલ્મમાં રોલ અપાયો છે. સંજય દત્તે જ કહ્યું હતું પ્રસ્થાનમમાં જૈકીનો મહત્વનો રોલ હશે. સાત વર્ષ પછી સંજય દત્ત નિર્માતા તરીકે ફરી કામ કરી રહ્યો છે. જૈકી શ્રોફ પણ લાંબા સમયથી ફિલ્મી પરદેથી દૂર છે. ત્યારે તેને આ ખુબ સારો રોલ મળ્યો છે. સંજય  દત્તે હિન્દી રિમેકનું નામ પણ પ્રસ્થાનમ રાખ્યું છે. આ એક થ્રિલર પારિવારીક ડ્રામા ફિલ્મ છે. સાઉથમાં ફિલ્મ સુપરહિટ નિવડી હતી. તેલુગૂ નિર્દેશક દેવા કટ્ટા જ હિન્દી રિમેકનું નિર્દેશન સંભાળશે. બાકીના કલાકારો પસંદ થતાં જ શુટીંગ શરૂ થઇ જશે.

(10:05 am IST)