Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

આવી છે શાહરૂખની અસલ જિંદગી? ૧૦૦ સિગરેટ - ૩૦ કપ બ્‍લેક કોફી, ઉંઘ તો આવતી જ નથી

હું ભોજન કરવાનું ભુલી જઉ છું હું પાણી પીવાનું પણ ભુલી જાઉ છું: શાહરૂખ

મુંબઇ, તા.૭: બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેને બોલિવૂડમાં તે સ્‍થાન મળ્‍યું છે જે દરેકને નથી મળતું. પરંતુ આ ફેમ પાછળ પણ એક એવું સત્‍ય છુપાયેલું છે. જેને જાણીને તમે પણ ચોંકી જશો. કરોડો દિલો પર રાજ કરનાર શાહરૂખ ખાન એવી લાઈફ સ્‍ટાઈલ જીવે છે, જેના વિશે જાણીને તમે પણ દાંત નીચે આંગળી દબાવી જશો.
શાહરૂખ ખાનને સ્‍મોકિંગની લત છે અને તે ખુલ્લેઆમ આ વાત જાહેર કરે છે. વર્ષ ૨૦૧૧માં આપેલા એક ઈન્‍ટરવ્‍યુમાં અભિનેતાએ પોતે જ તેની અનહેલ્‍ધી આદત વિશે જણાવ્‍યું અને ખુલાસો કર્યો કે તે દિવસમાં ૧૦૦ સિગારેટ પીવે છે અને લગભગ ૩૦ કપ બ્‍લેક કોફી પીવે છે. આ જ ઈન્‍ટરવ્‍યુમાં SRKએ પણ તેના ભોજન પ્રત્‍યેના પ્રેમ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તેના પિતા દિલ્‍હીમાં રેસ્‍ટોરન્‍ટના માલિક હતા અને  તે સ્‍પેશિયલ પઠાણી ફૂડ બનાવતા હતા જયારે તેની માતા અદ્વુત હૈદરાબાદી ભોજન બનાવતા હતા. તેણે એમ પણ કહ્યું કે જયાં સુધી તેની માતા જીવીત હતા, તે હંમેશા તેને પોતાના હાથે ખવડાવતા હતા.
આ જ ઈન્‍ટરવ્‍યુમાં શાહરૂખે પોતાના ડાયટ વિશે પણ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્‍યું હતું કે મને ઉંઘ નથી આવતી. હું લગભગ ૧૦૦ સિગરેટ પીવું છું. હું ભોજન કરવાનું ભુલી જઉ છું. મને હમણાં જ યાદ આવ્‍યું કે મારે હજુ ભોજન કરવાનું પણ બાકી છે. હું પાણી પીવાનું પણ ભુલી જાઉ છું. દિવસમાં કુલ મળીને ૩૦ કપ કોફી પીવું છું અને મારા સિક્‍સ પેક એબ્‍સ છે. માટે હું જેટલું પોતાનું ધ્‍યાન ઓછુ રાખુ છું મારુ તેટલુ જ ધ્‍યાન જે તે જ રખાઈ જાય છે.

 

(4:31 pm IST)