Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મારી પાસે દરેક સવાલનો જવાબ છેઃ સઇ માંજરેકર

દમદાર અભિનેતા-નિર્દેશક મહેશ માંજરેકરની દિકરી સઇ માંજરેકરે બોલીવૂડમાં અભિનય કારકિર્દીની શરૂઆત સલમાન ખાન સાથે દબંગ-૩થી કરી છે. હાલમાં સઇ માંજરેકર અનેક ફિલ્મોનું કામ કરી રહી છે. તેણે કહ્યું હતું કે સલમાન ખાન સાથે કારકિર્દીની શરૂઆત થઇ એ મારા માટે અત્યંત ખાસ છે. સલમાન માર માટે મેન્ટર છે, તેમની સાથે કામ કરવાનો અનુભવ શાનદાર છે. તેણે ઇન્ડસ્ટ્રીમાં વર્ષો સુધી કામ કર્યુ છે અને અહિની દરેક બાબતથી તે વાકેફ છે. આ જ કારણ છે કે મારી પાસે દરેક સવાલનો જવાબ છે. મારી પાસે એવી એક વ્યકિત છે જે બધુ જાણે છે.  સઇની આ વાત ચાહકોને ખુબ ગમી હતી. સઇ હાલમાં તેલુગુ ફિલ્મ મેજરને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું છે. ભષા બાબતે તેણે કહ્યું હતું કે આ કોઇ મોટો મુદ્દો નથી. હું પહેલી જ વખત તેલુગુ ફિલ્મ કરી રહી છું. દબંગ-૩માં સઇનો અભિનય લોકોને ગમ્યો હતો.

(10:02 am IST)