Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

લોકોને સ્વસ્થ રાખવા માટે શિલ્પા શેટ્ટી કુંદ્રાએ લોન્ચ કરી ફિટનેસએપ

શિલ્પા શેટ્ટી કુંદ્રા રવિવારે બાંદરામાં આવેલી એક રેસ્ટોરાંમાં જોવા મળી હતી. તેની સાથે તેનો પતિ રાજ કુંદ્રા, દીકરો વિઆન, બહેન શમિતા શેટ્ટી અને મમ્મી પણ હતી.

મુંબઇ તા. ૭ :.. લોકોની તંદુરસ્તી જળવાઇ રહે એ માટે શિલ્પા શેટ્ટી કુંદ્રાએ એક ફિટનેસ એપ શરૂ કરી છે. આ એપમાં યોગ અને મેડિટેશનનું પણ માર્ગદર્શન મળી રહેશે. આ એપ આઇઓએસ પર ગઇકાલથી મળી રહી છે. જો કે એન્ડ્રોઇડ પર એ ૮ જૂનથી મળશે.

પોતાની આ એપ વિશે વિસ્તારપૂર્વક જણાવતાં શિલ્પાએ કહયું હતું કે 'મેં અનુભવ્યું છે કે કેટલાક લોકોને મદદ, માર્ગદર્શન અને માહિતીની જરૂર હોય છે. તેઓ પૂછે છે કે આ વસ્તુ કેવી રીતે કરી શકય. એથી મેં નકકી કર્યું કે એ બધી માહિતી અને મારા અનુભવોને આ એપમાં ઉતારું.

બેસ્ટ એકસપર્ટ્સની મદદથી તમે તમારા ઘરે કોઇ પણ પ્રકારના મોંઘાં સાધનો વગર વર્કઆઉટ કરી શકશો. જિમની મોંઘી મેમ્બરશીપ વગર જે એકસરસાઇઝની શરૂઆત કરવાના છે અને જેમને એડવાન્સ ટ્રેઇનિંગની જરૂર છે એવા તમામ લોકો માટે અમે ઘણુંબધું લઇને આવ્યા છીએ.'

(11:22 am IST)