Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

અર્જૂન કપૂરનો જબરદસ્ત અભિનય

અભિનેતા અર્જૂન કપૂરને હાલમાં એક હિટ ફિલ્મની ખાસ જરૂર છે. લાગે છે આ કમી તેની આગામી ફિલ્મ પુરી કરશે. ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ નામની તેની ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મની કહાની રો અધિકારીઓ અને જાસૂસ અર્જૂન કપૂરની એક નાનકડી ટીમ આસપાસ છે. જે દેશના સોૈથી મોટા વોન્ટેડને શોધવામાં કામે લાગ્યા છે. ફિલ્મનું ટ્રેલર ખુબ જ ઉત્સુકતા જગાવી રહ્યું છે. આ ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત હોવાનું પણ કહેવાય છે. ફિલ્મની થીમ ભારત દ્વારા ઓસામાને પકડવામાં આવ્યો તે હોવાનું કહેવાય છે. આ મિશન કોઇપણ જાતના હથીયાર વગર પુરૂ પાડવામાં આવ્યું હતું. આ ફિલ્મ હાર્ડકોર આતંકવાદની દુનિયા અને દેશની સિસ્ટમને રૂબરૂ કરાવશે. રેડના નિર્દેશક રાજકુમાર ગુપ્તાએ આ ફિલ્મ નિર્દેશિત કરી છે. અર્જૂનનો અભિનય જબરદસ્ત દેખાય છે. ૨૫ મેના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે.

(10:01 am IST)