Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

'નાગિન-3'નો પ્રોમો રિલીઝ

મુંબઈ:એક્તા કપુરની આગામી સીરીયલ નાગીન-૩નો પ્રોમો રીલીઝ કરી દેવાયો છે. આ પ્રોમોમાં કરીશ્મા તન્ના અને રજત ટોક્સની પ્રેમ કહાની સ્પષ્ટ નજરે પડી રહી છે. પ્રોમોમાં અનિતા હર્ષનંદાનીનો ફર્સ્ટલૂક પણ સામે આવ્યો છે. નાગીન-૩ અંગે એવી ચર્ચા ચાલી રહી છે કે તે સની દેઓલ અને મનીષા કોઈરાલાની ફિલ્મ જાની દુશ્મન પર આધારીત છે. 
જાની દુશ્મનમાં અરમાન કોહલીએ નાગરાજની ભૂમિકા ભજવી હતી. જે મનીષા કોઈરાલાની મોતનો બદલો લેવા તમામને પોતાના દુશ્મન બનાવે છે. આજ પ્રકારની વાર્તા નાગીન-૩ના પ્રોમોમાં જોવા મળી રહી છે. 
જોકે તેમાં કેટલાક મહત્વના ટ્વિસ્ટ કરાયા છે. નાગીન-૩માં અનિતા હંસનંદાની અને કરીશ્મા તન્ના ઉપરાંત સુરભી જ્યોતિ પણ મુખ્ય ભૂમિકામાં છે. નાગીનના પ્રથમ બે ભાગ દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા.

(5:35 pm IST)