Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

જ્હોને પ્રેરણાને ફરી કોર્ટના પગથિયાં ચડાવ્યા

મુંબઇ:અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમ અને ક્રી અર્જની પ્રેરણા અરોરા વચ્ચેના સંઘર્ષનો અંત નજીકમાં દેખાતો નથી. જ્હૉને ફરી પ્રેરણા વિરુદ્ધ કોર્ટમાં ધા નાખી હતી. અગાઉ આ બંને મુંબઇ હાઇકોર્ટમાં કેસ લડી રહ્યા હતા ત્યારે હાઇકોર્ટે ઘડેલી સમાધાનની ફોર્મ્યુલા ૨૦ એપ્રિલે જાહેર થઇ હતી. પ્રેરણાએ હાઇકોર્ટને આપેલી  ખાતરીનું પાલન કર્યું નહોતું અને હાઇકોર્ટની શરતોનો અમલ પણ કર્યો નહોતો. એટલે જ્હૉને ફરી કોર્ટમાં ધા નાખી હતી. ૧૯૯૮માં અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં ભારતે કરેલા શાંતિપૂર્ણ અણુવિસ્ફોટની કથા ધરાવતી ફિલ્મ પરમાણુ આ બંનેનું સહિયારું સર્જન હતું. સંજય લીલા ભણસાલીની પદ્માવતના વિવાદોને કારણે આ ફિલ્મ ગયા નવેંબર ડિસેંબરથી રજૂ થઇ શકતી નહોતી. આજે કાલે કરતાં ૨૦૧૮નો મે માસ આવી ગયો. દરમિયાન, વચ્ચેના સમયગાળામાં જ્હૉને પ્રેરણા સાથેના કરારનો એકપક્ષી અંત આણતા પ્રેરણાએ લડી લેવાનો નિર્ણય કર્યો હતો અને  બંને જણ કોર્ટમાં ગયા હતા. કોર્ટે જ્હૉનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. પરંતુ હજુ આ વાતનો અંત આવ્યો નથી. જ્હૉનના પ્રવક્તાએ કહ્યું કે કોર્ટના આદેશ મુજબ પ્રેરણાની ક્રી અર્જ કંપનીએ ૨.૮૨ કરોડના બે હપ્તા જ્હૉનની કંપનીને ચૂકવવાના હતા જે હજુ ચૂકવાયા નથી એટલે જ્હૉનને ફરી કોર્ટમાં ધા નાખવાની ફરજ પડી હતી
 

(5:33 pm IST)