Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

'કૃષ્ણા ચલી લંડન'માં ગૌરવને મળ્યો રાધેનો રોલ

સ્ટાર પ્લસ પર નવો ટીવી શો 'કૃષ્ણા ચલી લંડન' શરૂ થઇ રહ્યો છે. લેખક અને નિર્દેશક સૌરભ તિવારીએ કહ્યું હતું કે તમને આ શો જોઇને એમ લાગશે કે આ તો ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયા જેવું છે. પરંતુ એવુ નથી. આ શોનું મુખ્ય પાત્ર ભલોભોળો રાધે નામનો છોકરો ખુબ રોમાન્ટીક છે. તે કોઇપણ રીતે ખુબસૂરત પત્નિ મેળવવા ઇચ્છે છે. જો કે તે નવમા ધોરણ સુધી જ ભણ્યો છે. આ સિરીયલ બનાવવા માટે અમારે કોઇ ફિલ્મ જોવાની જરૂર પડી નથી. આપણા જ કોઇને કોઇ સગામાં એવા પાત્રો મળી રહે છે જે પોતાની પત્નિને બાઇક પર ફેરવવા અને પાણીપુરી ખવડાવવા ઇચ્છતા હોય છે. સિરીયલમાં રાધેનો રોલ ગોૈરવ સરીને નિભાવ્યો છે. તેણે આ શો માટે ખુબ મહેનત કરી છે. ગોૈરવ અમૃતસર પાસેના નાનકડા ગામમાંથી આવ્યો છે. તે શોમાં કાનપુરના યુવાનનો રોલ નિભાવી રહ્યો છે. આ માટે તેને ખુબ પુસ્તકો વાંચવા પડ્યા છે. 

(9:52 am IST)