Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

આ મહિનાના અંતમાં શરૂ થશે રિતીક અને સૈફની ફિલ્મનું શુટીંગ

સૈફ અલી ખાનના હાથ પર ઘણા પ્રોજેકટ છે તેમાં હવે વિક્રમ વેધાની હિન્દી રિમેક પણ સામેલ છે. ચર્ચા છે કે આ ફિલ્મની હિન્દી રિમેકમાં રિતીક રોશન અને સૈફ અલી ખાન સાથે જોવા મળશે. સૈફએ આ ફિલ્મ માટે અધધધ બાર કરોડ જેટલી ફી વસુલી છે. સૈફએ પોતાની વધી રહેલી ડિમાન્ડને પગલે ફીમાં વધારો કર્યો છે. બે હીરોવાળી આ ફિલ્મમાં રિતીકને કેટલી ફી અપાશે તે જણાવાયું નથી. વિક્રમ વેધાની હિન્દી રિમેકમાં રિતીક રોશન ગેંગસ્ટરનો રોલ નિભાવશે. જ્યારે સૈફ અલી ખાનને પોલીસ ઓફિસરનો રોલ મળ્યો છે. પહેલી જ વખત રિતીક અને સૈફ એક સાથે જોવા મળવાના છે. આ મહિનાના અંત સુધીમાં ફિલ્મનું શુટીંગ શરૂ થઇ જાય તેવી નિર્માતાઓને આશા છે. રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને નિરજ પાંડે સાથે મળીને આ ફિલ્મ બનાવી રહ્યા છે. જેનું નિર્દેશન પુષ્કર તથા ગાયત્રી કરી રહ્યા છે. આ બંનેએ જ ઓરિજીનલ તમિલ ફિલ્મનું નિર્દેશન પણ કર્યુ હતું.

(10:10 am IST)