Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

એ કામ મારા માટે ખુબ અઘરૂ હતું: શ્રુતિ

ટીવી પરદે વર્ષોથી કામ કરી જાણીતી બનેલી અભિનેત્રી શ્રુતિ ઝાને ચાહકો તેના શો કુમકુમ ભાગ્યને કારણે વધુ ઓળખે છે. અત્યાર સુધી શોમાં રંગબેરંગી સાડીઓમાં અત્યંત સુંદર દેખાવ સાથે રજૂ થતી શ્રુતિ નવી કામવાળીની ભુમિકામાં સામે આવી હતી. આ માટે તેને હરિયાણવી શૈલી ખાસ શીખવી પડી છે. શ્રુતિ શોમાં નવા હરિયાણવી દેખાવ સાથે ગાયત્રીના પાત્રમાં જોવા મળી  છે અને તેના કારણે દર્શકો ચોંકી ગયા હતાં. અભીને જે રૂમમાં રાખ્યો હોય છે ત્યાં જવા માટે તેને નવો અવતાર ધારણ કરવો પડ્યો હતો. શ્રુતિ કહે છે આ પાત્રને ઘરમાં કચરા પોતા સહિતના કામ કરવાના હતાં. ઘરનું કામ કરવું બહુ મુશ્કેલ નહોતું પરંતુ હરિયાણવી શૈલી શીખવાનું કામ મારા માટે વધુ અઘરૂ બની ગયું હતુ઼. કુમકુમ ભાગ્યમાં પ્રજ્ઞાનું પાત્ર ભજવી રહેલી શ્રુતિ કહે છે અમે અગાઉ આ શોમાં જે કામ કર્યુ તેનાથી આ કામ તદ્દન અલગ હતું. શુટીંગ વખતે અમે તેનો ખુબ આનંદ માણ્યો હતો.

(10:09 am IST)