Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

દેશની ૧૩૦ કરોડની જનતાને ૧૦૦-૧૦૦ રૂપિયા ડોનેટ કરવાની અપીલ કરી આશા ભોસલેએ

નવી દિલ્હી તા. ૭: દેશમાં ફેલાયેલા કોરોના વાયરસના જંગમાં આશા ભોસલેએ દેશના ૧૩૦ કરોડ લોકોને ૧૦૦-૧૦૦ રૂપિયા ડોનેટ કરવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ૧૯પ૪માં આવેલી 'જાગૃતિ'નું 'આઓ બચ્ચોં તુમ્હે દિખાએં ઝાંકી હિન્દુસ્તાન કી' ગીત ગાયું હતું. એ વિશે આશા ભોસલેએ કહ્યું હતું કે 'આપણે ૧૩૦ કરોડ ભારતીયો છીએ. એવામાં જો આપણે ૧૦૦ રૂપિયા જેવી નાનકડી રકમનું યોગદાન આપીશું તો એ ૧૩,૦૦૦ કરોડ રૂપિયા થશે. ૧૦૦ રૂપિયાનું યોગદાન આપવાથી અનેક લોકોના જીવ બચાવી શકાશે.'

(11:25 am IST)