Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

હાલ ફિલ્મ અને વેબ શોમાં વ્યસ્ત

પાર્થ ટીવીની દુનિયામાં હવે પાછો નથી આવવા માગતો

૧૧મી માર્ચે ટીવી અભિનેતા પાર્થ સમથાનનો બર્થ ડે છે બર્થ ડેનું સેલિબ્રેશન ફ્રેન્ડ્સ સાથે ગોવામાં કરવા માગે છે

મુંબઈ,તા.7 : છેલ્લે કસૌટી જિંદગી કી ૨માં જોવા મળેલો પાર્થ સમથાન હંમેશા પોતાના પર્ફોર્મન્સથી ધ્યાન આકર્ષિક કરવામાં સફળ રહ્યો છે. જો કે, એક્ટર હંમેશા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સિમિત રાખવા માગે છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની એક્સક્લુઝિવ ચેટમાં એક્ટરે તેના અપકમિંગ પ્રોજેક્ટ, ફિટનેસ અને અન્ય મુદ્દા પર વાતચીત કરી હતી. વેબ સીરિઝ, મ્યૂઝિક વીડિયો અને બોલિવુડ પ્રોજેક્ટમાં પાર્થ સમથાન વ્યસ્ત છે. ત્યારે શું તે ટીવીની દુનિયામાં પાછો આવશે? 'હાલ તો હું અલગ-અલગ પ્લેટફોર્મ પર કામ કરી રહ્યો છું. હાલ પૂરતું મારા મગજમાં ટેલિવિઝનની દુનિયામાં પાછા આવીને કામ કરવા અંગે કોઈ પ્લાનિંગ નથી', તેમ એક્ટરે કહ્યું. એક્ટિંગ સ્કિલ સિવાય પાર્થ સમથાને સોશિયલ મીડિયા પર સારા લૂક્સ અને બોડીને કારણે ધ્યાન આકર્ષિત કર્યું છે. એક્ટરર ક્યારેય પણ ફિટનેસ મંત્રને ભૂલતો નથી અને ચુસ્તરીતે ડાયટ પણ ફોલો કરે છે. તેણે કહ્યું, 'માત્ર મારા માટે જ નહીં પરંતુ દરેક માટે ફિટનેસ એ હેલ્ધી લાઈફસ્ટાઈલનો ભાગ છે. મેં ઘણા બધા લોકોને ફિટ બોડી મેળવવા માટે તેમ કરતાં જોયા છે. હું મારા ફિટનેસને લઈને ગંભીર છું કારણ કે હું મારી જાતને વધારે સારી બનાવવા માગુ છું. લૂકના બાબતે હું મારી સરખામણી કોઈની સાથે કરતો નથી. મને વર્કઆઉટ કરવું ગમે છે. વર્કઆઉટ સિવાય હું ડાયટ પણ ફોલો કરું છું. એક્ટર હેલ્ધી રહેવા માટે ખરેખર કપરી મહેનત કરી રહ્યો છે અને તેથી જ તેણે ફેન્સને બર્થ ડે કેક ન મોકલવાની વિનંતી કરી છે. પાર્થ ૧૧મી માર્ચે બર્થે ડે મનાવવાનો છે. તેણે કહ્યું, બર્થ ડે ગિફ્ટ અને કેક આવવાનું શરુ થઈ ગયું છે. હું ડાયટ પર હોવાથી કેક ખાઈ શકું તેમ નથી. તેથી મેં ફેન્સને કેક ન મોકલવાની વિનંતી કરી છે. હકીકતમાં, તેઓ કેક ગરીબ બાળકોને આપે તેમ હું ઈચ્છું છું. કોવિડ-૧૯ સામે હજુ આપણે લડી રહ્યા છીએ અને મહારાષ્ટ્રમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. હું મારા ફ્રેન્ડ્સ સાથે ગોવા જવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. હું મારા ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેશન કરવા માગુ છું. સુરક્ષિત અને હેલ્ધી રહેવું વધારે જરુરી છે. હાલમાં હું મારી મમ્મીને મળવા માટે પૂણે ગયો હતો અને ખબર પડી કે ત્યાં રેસ્ટોરાં રાતે બંધ થઈ જાય છે. સેલિબ્રેશન કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે', તેમ તેણે કહ્યું.

(4:11 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે જન ઔષધિ દિનની ઉજવણીને સંબોધન કરશે અને આ પ્રસંગે ઇંદિરા ગાંધી પ્રાદેશિક આરોગ્ય અને મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, ઉત્તર પૂર્વ, શિલોંગ ખાતે 7500 મુ જન ઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને અર્પણ કરશે. access_time 10:40 am IST

  • પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઇ મોહમ્મદ મુથુ મીરા લેબબાઈ મરાઇકાયારનું 104 વર્ષની જૈફ વયે રામેશ્વરમ સ્થિત તેમના નિવાસસ્થાને દુઃખદ નિધન થયું છે. access_time 10:27 pm IST

  • પૂર્વી ચીન સાગરમાં સેના મોકલવાની તૈયારીમાં છે જાપાન : ડ્રેગનને મળશે જડબાતોડ જવાબ :પૂર્વી ચીન સાગરમાં વધતા તણાવને પગલે ડિયાઑયું દ્રીપ સમૂહમાં જાપાન પોતાના સશાસ્ત્રદળ મોકલી શકે છે : ચીની તટ રક્ષકદળે જાપાનમાં સેન્કોક્સના રૂપે જનાર ડિયાઓયુ દ્રીપ સમૂહ આસપાસ પોતાનો વિસ્તાર કર્યો છે access_time 11:52 pm IST