Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

શુજીત સાથે કામ કરવું એટલે સપનુ પુરૂ થવા જેવું: વિક્કી

ફિલ્મ 'ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક'એ સિનેમા ઘરોમાં ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં મેજર વિહાન શેરગીલના રોલમાં  વિક્કી કોૈશલએ જબરદસ્ત અભિનય કર્યો હતો. શુજીત સરકાર વધુ એક વખત દેશભકિતની ફિલ્મ બનાવી રહ્યા છે. આ વખતે દેશભકત ઉધમસિંહની બાયોપિક બનશે. આ ફિલ્મ માટે પણ શુજીતે પોતાના પસંદગીના કલાકાર વિક્કીને લીધો છે. ઉધમસિંહે બ્રિટીશ ભારત (૧૯૪૦)માં પંજાબના લેફટન્ટ ગવર્નર માઇકલ ઓ'ડાયરની ગોળી મારી હત્યા કરી હતી. શુજીત એવા નિર્દેશક છે જે સતત વિક્કી સાથે કામ કરવા ઇચ્છે. રાઝી અને ઉરી જેવી સુપરહિટ ફિલ્મો પછી તે ફરીથી વિક્કી સાથે કામ કરશે. વિક્કીએ કહ્યું હતું કે શુજીત સાથે કામ કરવામાં ખાસ લાગણી પેદા થાય છે. તેની સાથે કામ કરવું એ સપનુ પુરૂ થવા જેવું છે. જો કે વિક્કીએ સ્વીકાર્યુ હતું કે ઉધમસિંહના પાત્રમાં ફીટ થવા માટે ખુબ સમય લાગશે.

 

(9:46 am IST)