Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ટ્વિન્કલને ચડ્યો સાલ્સા ડાન્સ અને ફ્રેન્ચ ભાષા શીખવાનો ચસ્કો

મુંબઈ:બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્ના પોતાના નિવેદન, ટ્વિટ્સને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા રીલીઝ થયેલ અક્ષયની ફિલ્મ પેડમેનની તે કો પ્રોડયુસર પણ રહી ચુકી હતી. 
આ ફિલ્મને વિવેચકો અને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મ પ્રોડયુસર હોવાની સાથે-સાથે ટ્વિન્કલ ઈન્ટિરીયર ડિઝાઈનર, રાઈટર અને આંત્રપ્રેન્યોર પણ છે, પરંતુ હવે ટ્વિન્કલ કંઈક નવું કરવા માંગે છે. ફેશન મેગેઝિન વોગ ઈન્ડિયાને આપેલ ઈન્ટરવ્યુ દરમિયાન ટ્વિન્કલે જણાવ્યુ કે, હું પોતાના મગજનુ ધ્યાન રાખુ છું. 
આખરે હું એક એવા તબક્કા પર આવીશ જ્યારે મારી સુંદરતા ઓછી થઈ જશે. મારે ત્યાં સુધી મારા મગજ પર વિશ્વાસ કરવાનો હશે કે જ્યાં સુધી મને અલ્જાઈમર નથી થઈ જતો અને પછી મારી પાસે વિશ્વાસ કરવા માટે કંઈ નહીં હોય. ટ્વિન્કલ ખન્નાએ વધુમાં જણાવ્યુ કે, આપણે કંઈક નવુ કરવાની જરુર છે, આપણે આપણુ કૌશલ્ય વધારવુ જોઈએ. હવે હું સાલ્સા ડાંસ અને ફ્રેન્ચ ભાષા શીખવા માંગુ છું, જે મારી લિસ્ટમાં છે. મહત્વનુ છે કે, ટ્વિન્કલ અત્યાર સુધી બે પુસ્તકો મેસેજ ફનીબોન્સ અને ધ લેજંડ ઓફ લક્ષ્મીપ્રસાદ લખી ચુકી છે.

 

(5:08 pm IST)