Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ત્રણ ભાષામાં બનશે ફિલ્મ 'રામાયણ': ૫૦૦ કરોડનું બજેટ

ભારતના સોૈથી મોટા ધાર્મિક ગ્રંથ રામાયણ પર ફિલ્મ બની રહી છે. આ ફિલ્મ બનાવવા નિર્માતાએ યુપી સરકાર સાથે એમઓયુ કર્યા છે. ફિલ્મ થ્રીડીમાં બનશે. નિર્માતાઓ અલ્લુ અરવિંદ, નામિત મલ્હોત્રા અને મધુ મંતેના આ ફિલ્મ તમિલ, તેલુગૂ અને હિન્દી ભાષામાં બનાવશે. આ ફિલ્મ ૫૦૦ કરોડના બજેટ સાથે ભારતની સોૈથી મોંઘી ફિલ્મ બનશે. નિર્માતાઓએ કહ્યું હતું કે અમે નવી ટેકનોલોજી અને વીએફએકસ સાથે આ પોૈરાણીક કથાને નવી પેઢી સમક્ષ લાવવા ઇચ્છીએ છીએ. આટલા મોટા બજેટની ફિલ્મ હજુ સુધી બની નથી. તાજેતરમાં ઇન્વેસ્ટર સમિટ અંતર્ગત આ એમઓયુ સાઇન કરાયા હતાં. ફિલ્મ બાહુબલીને ટક્કર આપે તેવી બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

(9:40 am IST)
  • આવકવેરાના અધિકારી અને વકીલની ધરપકડ :ફરૂખાબાદ ખાતે ફરીયાદી પાસેથી દોઢ લાખની લાંચ માંગતા આવકવેરાના ઓફીસર સંજય જૈન અને ધારાશાસ્ત્રી પ્રમોદ શર્માની સીબીઆઇએ ધરપકડ કરી છે access_time 3:53 pm IST

  • અરૂણ જેટલી ઉત્તરપ્રદેશથી ચૂંટણી લડશેઃ માંડવીયા-રૂપાલા ગુજરાતથી લડશેઃ કેન્દ્રીય નાણામંત્રી અને ગુજરાતની રાજ્યસભાની બેઠક પરથી ચૂંટાયેલા અરૂણ જેટલી હવે ઉત્તરપ્રદેશથી રાજ્યભાસની ચુંટણી લડશે તેવી જાહેરાત થઇ છેઃ ત્યારે કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઇ માંડવીયા અને પુરૂષોત્તમભાઇ રૂપાલા ગુજરાતથી રાજ્યસભાની ચુંટણીઓ લડશે access_time 4:30 pm IST

  • કર્ણાટકના લોકાયુક્ત પી.વિશ્વનાથ શેટ્ટી પર તેમની ઓફિસમાં ઘૂસીને ચાકુ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હાલ લોકાયુક્ત શેટ્ટીને માલ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર જણાવાઈ રહી છે. અહીં તેમની ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ તેજસ શર્મા તરીકે થઈ છે. કહેવાય છે કે આરોપીએ ધારદાર હથિયારના પી.વિશ્વનાથને અનેક ઘા માર્યા હતા. access_time 3:51 pm IST