Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

અભિષેકને મળી લવસ્ટોરી... શુટીંગ શરૂ થતાં ખુશ

અભિષેક બચ્ચને ફિલ્મ 'મનમર્જિયાં'નું શુટીંગ શરૂ કરી દીધું છે. અભિષેકે સોશિયલ મિડીયા પર આ ફિલ્મને લગતી એક પોસ્ટ મુકી હતી. લાંબા સમયથી રૂપેરી પરદેથી ગાયબ અભિષેક બચ્ચનના ચાહકો માટે આ સારા સમાચાર છે. આગામી સમયમાં ચાહકો અભિષેકને નવા જ લૂક સાથે જોઇ શકશે. તેની નવી ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ચુકયું છે. આ ફિલ્મને અનુરાગ કશ્યપ નિર્દેશીત કરી રહ્યા છે. નિર્માતા આનંદ એલ. રાય છે. અમૃતસરમાં આ ફિલ્મનું શુટીંગ શરૂ થયું છે. આ ફિલ્મમાં કામ કરીને અભિષેક અત્યંત ઉસ્તાહિત છે. આ ફિલ્મ એક લવ સ્ટોરી છે. ફિલ્મનો સ્ક્રિન પ્લે કનિકા ઢિલ્લોને લખ્યો છે. અભિષેક સાથે તાપસી પન્નુનો મુખ્ય રોલ છે.

(9:40 am IST)