Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

શેખર કપૂરની દિકરી કાવેરી કરશે બોલીવૂડમાં એન્ટ્રી

બોલીવૂડ સ્ટારના સંતાનો પણ ફિલ્મમાં એન્ટ્રી કરતાં રહેતાં હોય છે. શાહરૂખ ખાન અને આમિર ખાન તથા સૈફ અલી ખાનની દિકરીઓ સતત ચર્ચામાં રહેતી હોય છે. હવે દિગ્ગજ નિર્માતા શેખર કપૂરની ટેલેન્ટેડ દિકરી કાવેરી કપૂરની એક ખબર આવી છે. શેખર કપૂરે કહ્યું હતું કે કાવેરી પોતાની શર્ત પુરી કર્યા પછી જ બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરશે.

શેખરે કહ્યું હતું કે મારી દિકરી કાવેરી મારી ફિલ્મમાં ત્યારે જ કામ કરશે જ્યારે ફિલ્મ માટે સંગીત પણ એ પોતે જ તૈયાર કરે. કાવેરીએ પણ સ્પષ્ટતા કરી હતી કે હું અભિનય ત્યારે જ કરીશ જ્યારે મને એ ફિલ્મમાં ગીત તૈયાર કરવાની તક મળે.  કાવેરી ખુબ સારી સંગીતકાર છે અને તેને આત્મવિશ્વાસ છે કે તેની આ શરત ચોક્કસ પણે સ્વીકારવામાં આવશે.

(9:39 am IST)