Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ટીવીથી વેબ શો અને હવે ફિલ્‍મી પરદે પહોંચી રિધ્‍ધી

અભિનેત્રી રિધ્‍ધી ડોગરાએ પોતાની મહેનતથી સફળતા મેળવી છે. ટીવી પરદેથી તે વેબ શો સુધી અને હવે ફિલ્‍મી પરદે પહોંચી ગઇ છે. રિધ્‍ધીની વધુ એક વેબ સિરીઝ પીચર-૨ પણ તાજેતરમાં આવી હતી. પહેલી સિઝનમાં રિધ્‍ધીએ કામ નહોતુ કર્યુ છે. તે કહે છે આ શો મને મળ્‍યો ત્‍યારે જ મને ખબર હતી કે અગાઉ પ્રખ્‍યાત થયેલી ટુકડી સાથે હું જોડાઇ રહી છું, પણ મને તેનો ભય નહોતો. રિધ્‍ધીએ અગાઉ અસૂર, મેરીડ વૂમન જેવા શો કર્યા હતાં. તે  સ્‍વીકારે છે કે ઓટીટી મારા જેવા ઘણા કલાકારો માટે આશીર્વાદ બનીને આવ્‍યું છે. જો કે અભિનય ક્ષેત્રે ન હોત તો હું બીજુ કંઇ ન કરી શકત એવુ પણ નથી. એક સમયે હું જોબ કરતી હતી. અભિનય પ્રત્‍યે લાગણી મને અહિ ખેંચી લાવી છે. ઇન્‍ડસ્‍ટ્રીના લોકોને જ વિવિધ માધ્‍યમનો લેબલ લગાડવાની ટેવ છે. બાકી દર્શકોને કોઇ ફરક નથી પડતો. તમને જે માધ્‍યમમાં સારી કહાની મળે ત્‍યાં તમારે આગળ વધવું જોઇએ. રિધ્‍ધી ટાઇગર-૩, જવાન જેવી ફિલ્‍મોમાં જોવા મળશે.

(11:15 am IST)