Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

છવાઇ જવાનો ઇરાદો નથી હોતો : ભૂમિકા

સલમાન ખાન સાથે તેરે નામ ફિલ્‍મમાં કામ કરીને રાતોરાત જાણીતી બની ગયેલી ભૂમિકા ચાવલા હાલમાં જ સિતારામમ્‌ અને ઓપરેશન રોમિયોમાં જોવા મળી હતી. આજના યુગમાં કરોડો લોકો સોશિયલ મિડીયાની જાળમાં આવી ગયા છે ત્‍યારે ભૂમિકાને સોશિયલ મિડીયાનો અતિરેક તેને ખુંચી રહ્યો છે. ભૂમિકા કહે છે આપણે આ માધ્‍યમને સામે ચાલીને આપણા અંગત જીવનમાં ડોકિયા કરતાં આમંત્રણ આપીએ છીએ. ભૂમિકા પોતે સાવધાનીપુર્વક સોશિયલ મિડીયાનો ઉપયોગ કરે છે. તે કહે છે હું કદી પણ આ માધ્‍યપ પર છવાઇ જવાનો પ્રયાસ કરતી નથી. લોકો આજે ભાવનાત્‍મક રીતે એકબીજાથી દૂર થઇ ગયા છે. વાંચનનો અભાવ થઇ ગયો છે અને લોકો સોશિયલ મિડીયા પાછળ એટલો બધો સમય ખર્ચી નાંખે છે કે તેની પાસે સારા પુસ્‍તકો વાંચવાનો સમય નથી રહેતો. અંગત સંબંધોને પુરતો સમય આપવો જરૂરી છે. મેં ઘણીવાર રેસ્‍ટોરાંમાં જોયુ છે કે આખો પરિવાર એક ટેબલ પર હોય છે, પણ તે સાથે હોતો નથી. બધા મોબાઇલમાં વ્‍યસ્‍ત હોય છે.

(11:14 am IST)