Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

મારી ગર્લફ્રેન્ડ સાથે પકડાઇ જાવ તો હું પરિચયમાં મારી કઝીન છે તેમ કહેતોઃ કાર્તિક આર્યને અભ્યાસ સમયનો કિસ્સો શેર કર્યો

નવી દિલ્હી: કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મ લવ આજ કલના પ્રચારમાં ખુબ વ્યસ્ત છે. જેના કારણે કાર્તિકે પોતાની જિંદગીનો એક જૂનો કિસ્સો યાદ કર્યો અને શેર કર્યો. કાર્તિકે જણાવ્યું કે મને યાદ છે કે જ્યારે હું 16 વર્ષનો હતો ત્યારે હું અને મારી ગર્લફ્રેન્ડ શાળામાં એક જ બેન્ચ પર બેસતા હતાં. અમે હોમવર્ક અને અસાઈન્મેન્ટ પરસ્પર શેર કરતા હતાં. તે દિવસોમાં જ્યારે અમે  ડેટ પર જતા હતાં ત્યારે અમને પકડાઈ જવાનો ડર હતો. આથી ગ્વાલિયરમાં જ્યારે પણ અમે જાહેર સ્થળો પર સાથે ફરતા તો જેટલું બને તેટલું અમારા સંબંધને છૂપાવવાની પૂરેપૂરી કોશિશ કરતા હતાં.

કાર્તિકે જણાવ્યું કે તે પકડાઈ જતો ત્યારે તેની ગર્લફ્રેન્ડનો પરિચય તેની 'કઝીન' તરીકે કરાવતો હતો. ધ કપિલ શર્મા શોમાં કાર્તિકે ખુલાસો કરતા કહ્યું કે એકવાર વેલેન્ટાઈન ડે પર હું મારી ગર્લફ્રેન્ડને મળવા રેસ્ટોરા ગયો હતો. ત્યાં મને મારા પરિવારના કોઈ સભ્ય કે સંબંધી દ્વારા પકડાવવાનો ડર હતો. અમે સાથે બહુ ફરતા હતાં પરંતુ પકડાઈ જવાનો ડર અમને હંમેશા રહેતો હતો. અનેક વાર પકડાઈ જતા હું મારી ગર્લફ્રેન્ડને મારી કઝીન ગણાવતો હતો.

અત્રે જણાવવાનું કાર્તિકની આવનારી ફિલ્મ લવ આજકલ છે. આ ફિલ્મ વેલેન્ટાઈન ડે પર રિલીઝ થશે અને ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. કાર્તિક અને સારાનો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં  બંને પ્રચાર દરમિયાન ભીડ સામે સ્ટેજ  પર ડાન્સ કરી રહ્યાં છે. ત્યારે જ અચાનક કાર્તિક તેને ગોદીમાં ઉઠાવી લે છે. સારા પોતે કાર્તિકની આ હરકતથી સ્તબ્ધ થઈ જાય છે.

(5:18 pm IST)