Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

' લિટલ લાયન' બનીને છવાયો કરીનાનો લાડકો તૈમૂરની ક્યૂટ અદાએ ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી

યશ અને રૂહીની બર્થડે પાર્ટીમાં કોઈએ તૈમૂરના ચહેરા પર આ મેકઅપ કર્યો

મુંબઈ : બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દિકરો તૈમૂર અલી ખાન પોતાની ક્યૂટ હરકતોના કારણે દરેકનું દિલ જીતી લે છે. તૈમૂરની પોપ્યુલારિટી હાલમાં જ એટલી બધી છે કે તેના નામ પર ઢગલાબંધ ફેન પેજ બનેલા છે જેના પર તેની તસ્વીરો શેર કરવામાં આવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર તૈમૂરની વધુ એક નવી તસ્વીર ધૂમ મચાવી રહી છે.

   આ તસ્વીરોમાં તૈમૂરના ચહેરા પર મેકઅપ કરીને લાયન લુક આપવામાં આવ્યો છે. અને તમે તેને આ લુકમાં જોઈને જ કહેશે કો તે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. આ તસ્વીર છે કરણ જોહરના બાળકોની બર્થડે પાર્ટીની. યશ અને રૂહીની બર્થડે પાર્ટીમાં કોઈએ તૈમૂરના ચહેરા પર આ મેકઅપ કર્યો અને તૈમૂરની આ તસ્વીરે ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે.

(12:34 pm IST)