Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

કોરોના વાઇરસને કારણે નાર્ગાજુનની વાઇલ્ડ ડોગનું શેડ્યુલ થયું કેન્સલ : થાઈલેન્ડમાં થવાનું હતું શૂટિંગ

કોઈ ઘટના ન બને એ માટે પ્રોડકશન દ્વારા શેડ્યુલ કેન્સલ કરાયું

મુંબઈ : નાગાર્જુન અને સૈયામી ખેરની 'વાઈલ્ડ ડોગ'નું શેડ્યુલ કોરોના વાઇરસને કારણે કેન્સલ થયું છે. તેઓ થાઇલઙ્ખન્ડમાં આ ફિલ્મનું શૂટિંગ કરવાના હતા, પરંતુ વાઇરસને કારણે એ સંભવ નહોતું થયુ. આ ફિલ્મમાં સૈયામી રો એજન્ટનું પાત્ર ભજવી રહી છે અને તેને એકશન કરતી પણ જોઈ શકાશે.

આ વિશે સૈયામીએ કહ્યું હતું કે એકશન દૃશ્ય માટે છેલ્લા એક મહિનાથી હું મિકસ્ડ માર્શલ આર્ટ્સ શીખી રહી છું. થાઇલેન્ડમાં શૂટિંગના શેડ્યુલને લઈને હું ખૂબ જ ઉત્સાહિત હતી. જોકે કોરોના વાઇરસને લઈને ખૂબ જ મોટી ટીમ સાથે કોઈ ઘટના ન બને એ માટે પ્રોડકશન દ્વારા શેડ્યુલ કેન્સલ કરવામાં આવ્યું છે.

(11:33 am IST)