Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

આર્યાથી સુષ્મિતા સેનનું ડિજિટલ ડેબ્યુ : પ્રાઇમની સિરીઝમાં ટાઇટલ રોલ ભજવશે

સુષ્મિતા સેનનું લાંબા બ્રેક બાદ કમબેક

મુંબઈ : મિસ યુનિવર્સ અને બાઙ્ખલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન એક લાંબા બ્રેક બાદ કમબેક કરવા જઈ રહી છે. તે આ વખતે મોટા પડદે નહીં, પણ ડિજિટલ પ્લેટફોર્મ પર અભિનય કરતી જોવા મળશે. એમેઝોન પ્રાઇમની આગામી વેબ-સિરીઝ આર્યામાં લીડ રોલ તરીકે સુષ્મિતા સેનનું નામ ચર્ચાઈ રહ્યું છે. આશરે છએક મહિના પહેલાં સુષ્મિતા સેને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો કોઈ સારી સ્ક્રિપ્ટ હશે તો તે ફરી અભિનય કરવા માગે છે.

એમેઝોન પ્રાઇમની આ વેબ-સિરીઝમાં રાજસ્થાની બેકડ્રોપ હશે અને સુષ્મિતા આર્યા તરીકે લીડ રોલમાં જોવા મળશે. સુષ્મિતા સેન છેલ્લે ૨૦૧૦માં આવેલી અનીસ બઝમીની ફિલ્મ 'નો પ્રોબ્લેમ'માં જોવા મળી હતી જેમાં અનિલ કપૂર, સંજય દત્ત્।, સુનીલ શેટ્ટી, કંગના રનૌત વગેરે કલાકારો હતાં.

(11:31 am IST)